બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોરોના બાદ હવે રહસ્યમય બીમારીથી હડકંપ, એકસાથે 18 લોકો ઝપેટમાં, 2ની હાલત ગંભીર

ચિંતા / કોરોના બાદ હવે રહસ્યમય બીમારીથી હડકંપ, એકસાથે 18 લોકો ઝપેટમાં, 2ની હાલત ગંભીર

Published By: Jay Bhatt

Last Updated: 07:01 AM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mysterious Disease:દેશમાં હજુ કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે ત્યારે હવે નવી બીમારીએ ચિંતા વધારી છે. એક જ દિવસમાં 18 લોકો આ ઝપેટમાં આવતા ભયનો માહોલ છવાયો છે.

વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો હતો. અને હજુ પણ ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે નવી એક રહસ્યમય બીમારીથી હડકંપ મચી ગયો છે. આ બીમારીમાં એક જ દિવસમાં 18 લોકોને ઝપેટમાં લેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો

આ રહસ્યમય બીમારીમાં અચાનક ગામના ડઝનબંધ લોકોને ઉલટી, ઝાડા, હાથપગમાં જડતા અને બેભાન થવા જેવા લક્ષણોથી બીમાર પડી ગયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

વધુ વાંચો : કાંટા લગા ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

બે દર્દીઓની હાલત ગંભીર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાર સાકરી ગામમાં રહસ્યમય બીમારીથી ડઝનબંધ લોકો બીમાર પડ્યા હતા. આ બીમારીને લઈને જીએમસી રાજૌરીના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શમીમના જણાવ્યાનુસાર, 'અત્યાર સુધીમાં 18 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને જીએમસી જમ્મુ રિફર કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી

સીએમઓ ડૉ. મનોહર લાલ રૈનાએ જણાવ્યું હતું કે, 'ગામમાં અત્યાર સુધીમાં 83 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 21 લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગામમાં આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે અને પાણીના સ્ત્રોતોની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mysterious disease Kashmir Rajouri

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ