બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'લિવ-ઈનના પરિણામો જોવા હોય તો અનાથાશ્રમમાં જાઓ', ગુજરાતના પૂર્વ CMનું મોટું નિવેદન

નિવેદન / 'લિવ-ઈનના પરિણામો જોવા હોય તો અનાથાશ્રમમાં જાઓ', ગુજરાતના પૂર્વ CMનું મોટું નિવેદન

Jay Bhatt

Last Updated: 01:05 PM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ જી મહારાજ દ્વારા લિવ-ઇન રિલેશનશિપ અંગેના નિવેદનોએ ઘણો વિવાદ ઉભો થયો છે, ત્યારે ગુજરાતના પૂર્વ CM અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે લિવ ઇન રિલેશનશિપ અંગે મોટું નિવેદન આપ્યું છે.

Anandiben Patel Statement: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ બલિયામાં જન નાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં જાહેર મંચ પરથી દીકરીઓને લિવ-ઇન રિલેશનશિપ ટાળવાની સલાહ આપી હતી.

ગુજરાતના પૂર્વ CMની દીકરીઓને સલાહ

આનંદીબેન પટેલે કહ્યું હતું કે, 'દીકરીઓએ લિવ-ઇન રિલેશનશિપ ટાળવી જોઈએ. જો તમારે લિવ-ઇન રિલેશનશિપના પરિણામો જોવા હોય તો તમે અનાથાશ્રમની મુલાકાત લો. 15-20 વર્ષની છોકરીઓ એક વર્ષના બાળકોને લઈને લાઇનમાં ઉભી છે'

રાજ્યપાલે ડ્રગ્સની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલે ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવા માટે યુવાનોએ સંશોધનને આગળ ધપાવવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરતા તેમણે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. યુવાનોમાં વધતા ડ્રગ વ્યસન અને સહજીવન સંબંધોની નકારાત્મક અસર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે ઉત્તર પ્રદેશનો દરેક યુવાન ડ્રગ વ્યસનથી મુક્ત થશે ત્યારે મને ખુશી થશે.

vtv app promotion

વધુ વાંચો : મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, પ્રખ્યાત સિંગરનું ભયાનક અકસ્માતમાં નિધન

આનંદીબેનની દીક્ષાંત સમારોહમાં હાજરી આપી

યુનિવર્સિટીઓમાં શિક્ષણ-સંસ્કૃતિ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા, આનંદીબેને કહ્યું કે, 'વિદ્યાર્થીઓએ નિયમિતપણે વર્ગોમાં હાજરી આપવી જોઈએ. તેમણે ફેકલ્ટીઓને શિક્ષણ ઉપરાંત સંશોધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. આ વર્ષે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કુલ 19,560 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 15,878 અંડરગ્રેજ્યુએટ અને 3,682 અનુસ્નાતકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh Governor anandiben patel UP Governor anandiben patel on live in relationships
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ