બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : શું પોલીસે 'મોડલ ચાયવાલી' સિમરનને માર માર્યો?, વાયરલ વીડિયોથી ઉભા થયા અનેક સવાલ

દમન / VIDEO : શું પોલીસે 'મોડલ ચાયવાલી' સિમરનને માર માર્યો?, વાયરલ વીડિયોથી ઉભા થયા અનેક સવાલ

Jay Bhatt

Last Updated: 11:17 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Model Chai Wali Simran: પોલીસની કામગીરી પર અવારનવાર સવાલ ઉભા થઈ રહ્યાં છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ એક મહિલા સાથે ગેરવર્તન તેમજ મારપીટ કરી રહી છે.

પોલીસ લોકોની રક્ષા માટે હોય છે. જો કે અગાઉ અનેક વખત પોલીસ જ રક્ષકની બદલે ભક્ષક બની હોય તેવા દાખલા જોવા મળ્યા છે. ત્યારે હવે વધુ એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે જ્યાં મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ મહિલાના વાળ ખેંચી રહી છે.

પોલીસના વર્તનથી લોકો ગૂસ્સે ભરાયા

ઉત્તર પ્રદેશનું લખનઉ કે જેને નવાબોનું શહેર કહેવામાં આવે છે ત્યા જ આવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસે જેની પર દમન કર્યું તે બીજુ કોઈ નહીં પણ 'મોડલ ચાયવાલી' સિમરન ગુપ્તા છે. પોલીસના આ વર્તનને લઈને લોકોનો ગુસ્સે ભરાયા છે. મોડેલમાંથી ચા વેચનાર સિમરન ગુપ્તા સાથે પોલીસે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી હતી.

'કપડાં પકડી વાળ ખેંચ્યા'

રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે, પોલીસ લખનઉમાં એન્જિનિયરિંગ કોલેજ સ્ક્વેર પર સ્થિત 'મોડલ ચાયવાલી' સ્ટોલ પર પહોંચી હતી. સિમરનનો આરોપ છે કે પોલીસે ખંડણીના પૈસા માંગ્યા હતા, અને જ્યારે તેણીએ ના પાડી, ત્યારે તેઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સિમરનના જણાવ્યાનુસાર, 'પોલીસે કપડાં પકડી વાળ ખેંચીને માર માર્યો હતો'. આ સમગ્ર ઘટના કારમાં બેઠેલા એક વ્યક્તિએ કેમેરામાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

vtv app add

મોડેલિંગથી ચા વેચવા સુધીની સફર

ગોરખપુરની રહેવાસી સિમરન ગુપ્તાએ 2018માં 'મિસ ગોરખપુર'નો ખિતાબ જીત્યો હતો. પરંતુ તેના પિતાની માંદગી, આર્થિક મુશ્કેલીઓ અને કૌટુંબિક જવાબદારીઓએ તેને મોડેલિંગ છોડવાની ફરજ પાડી. કોવિડ દરમિયાન સિમરને નોકરી પણ ગુમાવી દીધી અને આ પછી તેણીને ગ્રેજ્યુએટ ચાઇવાલી પાસેથી પ્રેરણા મળી. પહેલા સિમરને ગોરખપુર યુનિવર્સિટી પાસે એક સ્ટોલ સ્થાપ્યો અને પછી લખનઉમાં 'મોડલ ચાયવાલી' નામથી એક નવો વ્યવસાય શરૂ કર્યો હતો.

વધુ વાંચો: કેમ સળગી રહ્યું છે લોસ એન્જલસ?, કેવી રીતે શરૂ થયો વિવાદ, જાણો

ચાની ખાસ શૈલી અને સ્વાદે લખનઉની સ્ટાર બનાવી

એન્જિનિયરિંગ કોલેજ સ્ક્વેર પર સિમરનનો ચાનો સ્ટોલ થોડા જ સમયમાં પ્રખ્યાત થઈ ગયો. ચા બનાવવાની અને પીરસવાની તેની શૈલીએ યુવાનોને ખૂબ આકર્ષિત કર્યા. લોકો તેને 'મોડલ ચાયવાલી' તરીકે ઓળખવા લાગ્યા અને તેનો વ્યવસાય ઝડપથી વધવા લાગ્યો. ખાસ વાત એ હતી કે તે ઘણા પ્રકારની સ્વાદવાળી ચા બનાવતી હતી, જે ગ્રાહકોને ખૂબ ગમતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Police Model chai wali simran gupta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ