બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ધર્મનો જયજયકાર! PM મોદીએ રામ મંદિર પર કર્યું ધ્વજારોહણ, દેશમાં દિવાળી જેવો માહોલ, લોકોમાં દેખાયો ઉમંગ
Ram Mandir Flag Hoisting: આજે સમગ્ર દેશ તેમજ અયોધ્યાવાસીઓ માટે ખાસ દિવસ બનીને રહ્યો છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લા મંદિર પરિસરમાં પૂજા વિધિ કરીને મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજારોહણ મંદિરના નિર્માણ પૂર્ણ થવા અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે શ્રી રામ મંદિરના શિખર પર શુભ અભિજીત મુહૂર્તમાં ધર્મધ્વજને ફરકાવ્યો હતો. દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. રામ મંદિરમાં ધર્મની ધજા લહેરાઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા.
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિરના પહેલા માળે નવા બનેલા રામ દરબારમાં પૂજા કરી હતી. રામ લલ્લાના અભિષેક સમયે, પહેલા માળે રામ દરબાર સ્થાપિત થયો ન હતો. રામ દરબાર તાજેતરમાં પૂર્ણ થયો હતો.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and Sarsanghchalak Mohan Bhagwat offer at Ram Lalla Garbha Grah
— ANI (@ANI) November 25, 2025
UP CM Yogi Adityanath and UP Governor Anandiben Patel are also present
(Source: DD) pic.twitter.com/dimhCfmK5d
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રોડ શો કરીને રામ મંદિરે પહોંચ્યા હતા. મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઠેર-ઠેર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અયોધ્યામાં ભવ્ય રોડ શો શરુ#Ayodhya #PMModi #RamMandir #reelsfacebook #FlagHoisting #HistoricEvent #AyodhyaLive #VTVDigital #BreakingNews pic.twitter.com/H3Bmu5u0He
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 25, 2025
ADVERTISEMENT
ભગવાન રામના શહેર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હાલમાં જય શ્રી રામના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી રહ્યું છે. ધાર્મિક વિદ્વાનો દ્વારા કરવામાં આવતી વિવિધ પૂજા અને હવન પછી હવે શુભ મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય મંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવ્યો છે. રામ મંદિરની ટોચ પર ફરકાવવામાં આવેલા ભગવા રંગના ધર્મ ધ્વજમાં ઓમ, સૂર્ય દેવ અને કોવિદાર વૃક્ષ છે.
વધુ વાંચો : અયોધ્યા રામમંદિરના રામ દરબારની મનમોહક તસવીરો આવી સામે, જોતાં જ મન હરી જશે
આજે અયોધ્યા રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહ માટે રામ નગરી અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.