ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'અદાલત રાજ્યપાલની ભૂમિકાને ટેકઓવર ન કરી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નેશનલ / 'અદાલત રાજ્યપાલની ભૂમિકાને ટેકઓવર ન કરી શકે', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Published By: Nidhi Panchal

Last Updated: 01:03 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના બંધારણીય માળખામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓ પર ચાલતી ચર્ચા વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. શું હવે બિલોને મંજૂરી આપવા માટે સરકારો સમયમર્યાદા લાદી શકશે કે નહીં? અદાલતનો ચુકાદો સત્તા વિભાજન પર મોટું સ્પષ્ટીકરણ લઈને આવ્યો.

ADVERTISEMENT

રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ બિલોને સંમતિ આપવા માટે કેટલો સમય લઈ શકે અને શું તેમના માટે કાયદાકીય સમયમર્યાદા નક્કી કરી શકાય તે મુદ્દે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા પર આજે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો. CJI ની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોર્ટ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિની ભૂમિકા છીનવી શકતી નથી અને તેમને સમયમર્યાદા લાદી શકતી નથી. અદાલતે કહ્યું કે બંધારણમાં ઇરાદાપૂર્વક રાખવામાં આવેલી સુગમતા જાળવવી જરૂરી છે અને સમયમર્યાદા લાદવી એ બંધારણની ભાવના વિરુદ્ધ છે.

supreme-court-simple

ચુકાદો વાંચતા CJI એ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેની દલીલોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. કલમ 200 મુજબ રાજ્યપાલ પાસે ત્રણ વિકલ્પો છે બિલને મંજૂરી આપવી, તેને રોકી રાખવું અથવા તેને રાષ્ટ્રપતિને મોકલવું. રાજ્યપાલ પોતાની તરફથી બીજો કોઈ વિકલ્પ સ્વતંત્ર રીતે ઉમેરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભલે રાજ્યપાલ અનિશ્ચિત સમય સુધી બિલ અટકાવી રાખી શકતા નથી, પરંતુ કાયદેસર રીતે સમયમર્યાદા નક્કી કરવાનું અદાલતનું કામ નથી.

vtv app promotion

"ડીમ્ડ એસેંટ

ચુકાદામાં અદાલતે "ડીમ્ડ એસેંટ"ના વિચારને પણ નકારી કાઢ્યો. અદાલતે કહ્યું કે જો કોર્ટ નિર્ણય લઈને કહે કે બિલને મંજૂરી મળી ગણાય, તો તે સીધો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની ભૂમિકા હડપ કરવાની સમાન ઘટના ગણાશે. આ સત્તા વિભાજનના સિદ્ધાંતની સામે છે. CJI એ સ્પષ્ટ કહ્યું કે કલમ 142 નો ઉપયોગ કરીને કોર્ટ બીજી સત્તાની ભૂમિકામાં પ્રવેશી શકતી નથી.

આ પણ વાંચો : 'હું નીતીશ કુમાર ..', 10મી વખત CM તરીકે 'સુશાસન બાબુ'એ લીધા શપથ, 26 મંત્રીઓની પણ નિમણૂક

તમિલનાડુના કિસ્સાનો ઉલ્લેખ કરતાં સુપ્રીમ કોર્ટે બે ન્યાયાધીશોની અગાઉની બેન્ચ દ્વારા આપવામાં આવેલ નિર્દેશને ગેરબંધારણીય ગણાવ્યો. તે બેન્ચે 10 બિલોને "માન્ય સંમતિ" આપી હતી, જેને હવે પાંચ ન્યાયાધીશોની બેન્ચે બંધારણીય ન ગણાવ્યું. અદાલતે વધુમાં જણાવ્યું કે ન્યાયિક સમીક્ષા ફક્ત ત્યારે શક્ય છે જ્યારે બિલ કાયદો બની જાય. બિલ પ્રક્રિયામાં હોય ત્યારે કોર્ટ હસ્તક્ષેપ કરી શકતી નથી, અને દરેક બિલ રાષ્ટ્રપતિને મોકલાય ત્યારે અદાલતની સલાહ લેવાની જરૂર નથી. જો રાષ્ટ્રપતિ ઇચ્છે તો કલમ 143 હેઠળ સલાહકાર અભિપ્રાય માંગવાની સત્તા હંમેશા ઉપલબ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Governor President Supreme Court

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ