ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોંગ્રેસ નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આગોતરા જામીન પર રોક

દિલ્હી / કોંગ્રેસ નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આગોતરા જામીન પર રોક

Published By: Priykant Shrimali

Last Updated: 01:44 PM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pawan Khera : આસામ સરકારની તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ઘટનાસ્થળ આસામ હોવા છતાં ખેરાએ તેલંગાણા હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

ADVERTISEMENT

Pawan Khera : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાને કાનૂની મોરચે ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી પર તાત્કાલિક રાહત આપવાનું ટાળ્યું છે અને તેમને યોગ્ય અધિકારક્ષેત્ર ધરાવતી આસામ હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે. આ નિર્ણયથી કેસમાં નવી દિશા સર્જાઈ છે.

આ મામલે સુનાવણી દરમિયાન બેન્ચમાં જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકર સામેલ હતા. કેસનો આધાર આસામમાં નોંધાયેલ ફરિયાદ છે, જે હિમંત બિસ્વા શર્માની પત્ની દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ખેરા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આસામ સરકારની તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ઘટનાસ્થળ આસામ હોવા છતાં ખેરાએ તેલંગાણા હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સરકારનો આક્ષેપ છે કે આ માટે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગેરરીતિઓ હતી અને તેલંગાણાના અધિકારક્ષેત્રનો લાભ લેવામાં આવ્યો હતો. આ દલીલોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે હાલ માટે હસ્તક્ષેપ કરવાનું ટાળ્યું.

આ પણ વાંચો : નીરવ મોદીની વાપસી હવે ફાઇનલ? CBIની સ્પેશિયલ ટીમ પહોંચી લંડન

શું છે સમગ્ર વિવાદ ?

મૂળ વિવાદ 5 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સથી શરૂ થયો હતો, જેમાં ખેરાએ મુખ્યમંત્રીની પત્ની સામે વિદેશી સંપત્તિ અને પાસપોર્ટ સંબંધિત ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોને શર્મા પરિવાર દ્વારા ખોટા ગણાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ અને વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થયો. આ પહેલાં, તેલંગાણા હાઈકોર્ટે ખેરાને એક અઠવાડિયાના આગોતરા જામીન આપ્યા હતા, સાથે જ તેમને આગળની રાહત માટે આસામ હાઈકોર્ટમાં જવાની શરત મૂકી હતી. જોકે, આ આદેશ સામે આસામ સરકારે વાંધો ઉઠાવ્યો હતો, જેના પરિણામે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court India Decision Pawan Khera Bail Case Himanta Biswa Sarma Controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ