ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:52 PM, 15 April 2026
ADVERTISEMENT
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પ્રત્યાર્પણ મામલે કાયદાકીય અડચણ લગભગ ખતમ થઇ ચૂકી છે. બ્રિટનમાં તેમની પાસે ઉપલબ્ધ તમામ મોટા કાયદાકીય વિકલ્પ ખતમ થઇ ચૂક્યાં છે. મળતી માહિતી મુજબ, Central Bureau of Investigation (CBI) ની એક સ્પેશિયલ ટીમ લંડન પહોંચી ગઇ છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે, નીરવને ગમે ત્યારે ભારત લવાઇ શકે છે.
ADVERTISEMENT
સૂત્રો અનુસાર, Central Bureau of Investigation (CBI) ની ટીમ, કે જે હાલ લંડનમાં હાજર છે, તેમજ બ્રિટનના અધિકારીઓ તથા Crown Prosecution Service (CPS) સાથે બેઠક પણ કરી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નીરવ મોદીના પ્રત્યાર્પણ સંબંધિત અંતિમ દસ્તાવેજને લગતી કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરવાનો છે. અધિકારી પ્રત્યાર્પણની પ્રક્રિયાને અંતિમ રૂપ આપી રહ્યાં છે.
આવતીકાલે પરત ફરશે CBIની ટીમ
ADVERTISEMENT
CBIની ટીમ આવતીકાલે એટલે કે ગુરુવાર (16 એપ્રિલ) ના રોજ ભારત પરત ફરશે. આ ટીમના રિપોર્ટના આધારે પ્રત્યાર્પણના ફાઇનલ ઓપરેશનલ ફેઝને અંજામ આપવામાં આવશે. જો નીરવ મોદીનું પ્રત્યાર્પણ સફળ થાય છે તો ખરેખર તે સરકાર માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે.
બે જ સપ્તાહમાં ECHR માં સુનાવણી થઇ શકે
ADVERTISEMENT
સૂત્રો મુજબ, નીરવ મોદીની અરજી પર ECHR માં અંદાજીત બે સપ્તાહની અંદર સુનાવણી થઇ શકે છે. જેમાં CBI ને પણ પોતાની દલીલ રાખવાનો મોકો આપવામાં આવશે. એવું કહેવાઇ રહ્યું છે કે, ભારત પ્રત્યાર્પણથી બચવા હવે નીરવ મોદી પાસે લગભગ તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઇ ચૂક્યાં છે. અંતિમ ઉપાય તરીકે, તેણે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં ECHR નો સંપર્ક કર્યો છે.
2019થી નીરવ મોદી જેલમાં બંધ છે
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે, 2019થી નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે. તેને પંજાબ નેશનલ બેંક ગોટાળા મામલે ભારતના અનુરોધ પર બ્રિટનની એજન્સીઓએ ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, નીરવ મોદીની જામીન અરજી પણ અત્યાર સુધી 11 વાર રદ થઇ ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT