બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / RBI સરકારના ખાતામાં 3.5 લાખ કરોડ જમા કરાવશે, જાણો ટોપ બેન્ક પાસે ક્યાંથી આવ્યા?
Last Updated: 05:59 PM, 21 May 2026
મિડલ ઇસ્ટમાં જે પ્રકારે અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. તે વચ્ચે ભારત સરકાર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ વર્ષે કેન્દ્ર સરકારને રેકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર RBI નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અંદાજે 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયા સુધીની મોટી રકમ આપી શકે છે. આ મામલે હવે સૌની નજર 22 મેના રોજ યોજાનારી RBI બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પર ટકેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વર્ષે સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ ડિવિડન્ડ આપી શકે છે. જો આ રકમ 3.5 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહે છે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ ગણાશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને 22 મેની બોર્ડ બેઠક બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT
ગયા નાણાકીય વર્ષમાં પણ RBIએ કેન્દ્ર સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. હવે આ વર્ષે તેમાં વધુ મોટો વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં RBI દ્વારા સરકારને આપવામાં આવતા ડિવિડન્ડમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. આથી સરકારને નોન-ટેક્સ આવકનો મોટો આધાર મળ્યો છે, જે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહ્યો છે.

ADVERTISEMENT
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે જ્યારે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે નબળો પડી રહ્યો છે, ત્યારે RBIની કમાણી આટલી કેવી રીતે વધી રહી છે? નિષ્ણાતો મુજબ નાણાકીય વર્ષ 2026 દરમિયાન રૂપિયામાં આશરે 10 ટકા ઘટાડો નોંધાયો હતો. તેના કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું હતું. સાથે જ રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવા RBIએ ચલણ બજારમાં મોટા પાયે ડોલર વેચાણ કર્યું હતું, જેના કારણે બેંકને મોટો નફો થયો.
ADVERTISEMENT
આ ઉપરાંત વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી આવક અને કરન્સી પ્રિન્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી મળેલી કમાણી પણ RBIના નફામાં વધારો થવાનું મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. તમામ પડકારો છતાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ પણ 3 ટકા વધીને લગભગ 688 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે, જે દેશની આર્થિક મજબૂતી દર્શાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એક જ દિવસમાં 5000 રૂપિયા વધ્યા આ કંપનીના શેર, 110 રૂપિયા ડિવિડન્ડ આપવાનું એલાન
આટલી મોટી રકમ સરકારને મળવાથી વિકાસ કાર્યોમાં ઝડપ આવવાની શક્યતા છે. સરકાર આ નાણાંનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, જાહેર કલ્યાણ યોજનાઓ અને રાજકોષીય ખાધ ઘટાડવા માટે કરી શકે છે. ખાસ કરીને વૈશ્વિક આર્થિક તણાવ વચ્ચે આ સરપ્લસ સરકાર માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. હાલમાં RBI તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આવતીકાલે યોજાનારી બોર્ડ બેઠક બાદ ડિવિડન્ડની રકમ અંગે મહત્વપૂર્ણ જાહેરાત થવાની સંભાવના છે. દેશના આર્થિક ક્ષેત્રની નજર હવે આ બેઠકના નિર્ણય પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.