બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મોરક્કોમાં રક્ષામંત્રી રાજનાથસિંહનું PoK પર મોટું નિવેદન, પાક ભળકે બળ્યું, છૂટની કરી વાત
Last Updated: 10:55 AM, 22 September 2025
મોરોક્કોના રબાત શહેરમાં ભારતીયોને સંબોધિત કરતાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે,
ADVERTISEMENT
"આતંકવાદીઓ અમારા દેશમાં ઘુસી આવ્યા અને અમારી પ્રજાનો ધર્મ પૂછીને તેમને મારી નાંખ્યા. પરંતુ અમે તેમનો ધર્મ જોઈને નહીં, તેમના કર્મ જોઈને માર્યા છે."
મોરોક્કોમાં ભારતીય સમાજ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે,
ADVERTISEMENT
"જિન મોહી માર્યા, તિન મોહી મારે.. આ વખતે પણ એવું જ થયું. અમે ફક્ત એ જ લોકોને માર્યા જેમણે અમારા લોકોની હત્યા કરી. અમે કોઈ નાગરિક કે સૈનિક સંસ્થાન પર હુમલો કર્યો નથી. ફક્ત ભારત જ આવું વ્યક્તિત્વ ધરાવી શકે છે. જો ઇચ્છતા, તો અમે કોઈ પણ સૈનિક કે નાગરિક સ્થળને નિશાન બનાવી શકતા, પરંતુ અમે એવું કર્યું નહીં. ભારતના આ સ્વભાવને જાળવી રાખવો જોઈએ."
રક્ષામંત્રીએ આગલ જણાવ્યું કે,
ADVERTISEMENT
"POK પોતે જ એક દિવસ આપોઆપ ભારતનો ભાગ બનશે. ત્યાંથી માંગણીઓ ઉઠવા લાગી છે, તમે સૂત્રોચ્ચાર સાંભળ્યા જ હશે. પાંચ વર્ષ પહેલાં કશ્મીરની ખીણમાં ભારતીય સેનાને સંબોધિત કરતાં મેં કહ્યું હતું કે POK પર કબજો કરવા માટે હુમલો કરવાની જરૂર નહીં પડે, તે તો આપણું જ છે. POK પોતે જ કહેશે કે 'હું પણ ભારત છું'. એ દિવસ જરૂર આવશે."
તેમણે કહ્યું કે,
ADVERTISEMENT
"અમે સરહદ પર નહીં, પરંતુ તેમની જમીનના 100 કિલોમીટર અંદર જઈને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદના એક ટોચના આતંકવાદીએ કહ્યું હતું કે મસૂદ અઝહરના પરિવારને ભારતે હચમચાવી નાંખ્યો. પછી પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી અને અમે તેને સ્વીકારી લીધું. અમે સારા સંબંધો ઈચ્છીએ છીએ કારણ કે અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે 'મિત્રો બદલાઈ શકે છે પરંતુ પડોશી નહીં'. અમે તેમને સાચા માર્ગે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે કે આ ફક્ત વિરામ છે, “ઓપરેશન સિંદૂર” અટકાવાયું છે, જરૂર પડે તો ફરી શરૂ થઈ શકે છે."
#WATCH | #OperationSindoor | Rabat, Morocco: At the interaction with the Indian community in Morocco, Defence Minister Rajnath Singh says, "The terrorists came here and killed our citizens after asking their religion. Humne kisi ka dharm dekh kar nahi, unka karm dekh kar maara… pic.twitter.com/EKiewH5xBo
— ANI (@ANI) September 22, 2025
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ છૂટ આપી...
રાજનાથસિંહે જણાવ્યું કે,
ADVERTISEMENT
"આગળનો બીજો કે ત્રીજો ભાગ શું હશે એ અમે કહી શકીએ નહીં, એ પાકિસ્તાનના વર્તન પર નિર્ભર છે. જો તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાશે, તો જવાબ જરૂર મળશે. પહલગામમાં અમારા 26 લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા હતા. બીજા જ દિવસે, 23 એપ્રિલે, CDS, ત્રણેય સેનાના વડાઓ અને રક્ષાસચિવ સાથે બેઠકમાં મેં સૌપ્રથમ પ્રશ્ન પૂછ્યો કે જો સરકાર કોઈ ઓપરેશન કરવાનો નિર્ણય કરે, તો શું તમે તૈયાર છો? તમને જાણીને આનંદ થશે કે તેમણે એક ક્ષણ વિલંબ કર્યા વિના કહ્યું કે અમે સંપૂર્ણ તૈયાર છીએ. ત્યાર બાદ અમે પ્રધાનમંત્રી મોદીને સંપર્ક કર્યો, તેમણે અમને આગળ વધવા કહ્યું અને સંપૂર્ણ છૂટ આપી દીધી."
ભારત સ્ટાર્ટઅપ અને ઈનોવેશનનું વૈશ્વિક કેન્દ્ર
રક્ષામંત્રીએ ભારત વિશે જણાવ્યું કે,
"આજે ભારત સ્ટાર્ટઅપ્સ અને નવીનતાનું કેન્દ્ર બની ગયું છે. 2014માં દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે તે વધી ને 1.60 લાખ થઈ ગયા છે. 2014માં ફક્ત 18 યુનિકોર્ન હતા, જ્યારે આજે તેમની સંખ્યા વધી ને 118 થઈ ગઈ છે."
તેમણે ઉમેર્યું કે,
"અમે “નારી શક્તિ વંદન અધિનિયમ” લાવ્યા છીએ. જો તમે મોરોક્કોથી ભારત પાછા જઈને ચૂંટણી લડવા માંગો છો, તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં 33% આરક્ષણના હકદાર થશો. સંસદમાં બેઠકોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે."
#WATCH | Rabat, Morocco: At the interaction with the Indian community in Morocco, Defence Minister Rajnath Singh says, "...Our devotion, affection and love for India is natural. Wherever we might be in the world, we should never forget that we are Indians. As we are Indians, we… pic.twitter.com/2Gy5rBQCvN
— ANI (@ANI) September 22, 2025
ભારતને મળી રહેલું આંતરરાષ્ટ્રીય મંચ
રાજનાથસિંહે કહ્યું કે,
"મને આનંદ છે કે તમે સૌ ભારતના વધતા પ્રભાવને આંતરરાષ્ટ્રીય મંચ પર અનુભવતા થયા છો. અગાઉ જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે બોલતું, ત્યારે તેને તેટલું ગંભીરતાથી લેવામાં આવતું ન હતું. આજે, જ્યારે ભારત કંઈ કહે છે, ત્યારે આખું વિશ્વ ધ્યાનથી સાંભળે છે. અગાઉ આવી સ્થિતિ ન હતી. બધા જ ભૂરાજકીય અને વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારત આજે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે."
અમે ભારતીય છીએ...
તેમણે કહ્યું કે,
"ભારત પ્રત્યેનો આપણો પ્રેમ અને ભક્તિ સ્વાભાવિક છે. આપણે દુનિયામાં ક્યાંય પણ હોઈએ, ક્યારેય ભૂલવું જોઈએ નહીં કે આપણે ભારતીય છીએ. કારણ કે આપણે ભારતીય છીએ, તેથી આપણી જવાબદારીઓ પણ અલગ છે. જો આપણે મોરોક્કોમાં રોજગાર મેળવી રહ્યા છીએ અને આપણા પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છીએ, તો મોરોક્કો સાથે કોઈ દગો ન થવો જોઈએ એ જ ભારતનો સ્વભાવ છે."
વધુ વાંચો : PM મોદી આજે અરુણાચલ-ત્રિપુરાના પ્રવાસે, 5100 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન
આ દરમિયાન રાજનાથસિંહે અમેરિકા દ્વારા લગાવેલા 50% ટેરિફ પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, અમે તેની કોઈ પ્રતિક્રિયા આપી નથી. કારણ કે મોટા દિલવાળા અને ખુલ્લા વિચારો ધરાવતા લોકો દરેક બાબતે તરત પ્રતિક્રિયા આપતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.