બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / છોકરીનો ભાવ 20,000, લેડી પોલીસ ઓફિસરે ઝડપ્યું કોંગ્રેસ નેતાનું સેક્સ રેકેટ! હેરાનીભર્યો ખેલ ખેલ્યો
Last Updated: 08:46 AM, 25 August 2025
યુપીના કાનપુરમાં કોંગ્રેસ નેતા રાજેશ સિંહની હોટલ રાજેન્દ્રા પેલેસમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રાજેશ સિંહની હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી મળતાં પોલીસ નકલી ગ્રાહક બનીને પહોંચી હતી અને હોટલ પર દરોડા પાડ્યાં હતા જેમાં 10 છોકરીઓ તથા કેટલાક છોકરાઓ ઝડપાયા હતા, પોલીસે મેનેજર સહિતના બધાને પકડ્યાં હતા.
ADVERTISEMENT
શું બોલ્યાં કોંગ્રેસ નેતા
પોતાની હોટલમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટ અંગે કોંગ્રેસ નેતા રાજેશ સિંહે કહ્યું હાથ ખંખેરી લીધા હતા. તેમણે કહ્યું કે તેમની છે, પરંતુ તેમણે તેને બે લોકોને ભાડે આપી છે.
ADVERTISEMENT
એસીપી આકાંક્ષા પાંડેએ ખેલ પાડ્યો
એસીપી આકાંક્ષા પાંડેએ આરોપીને પકડવા માટે એક પોલીસકર્મી મોકલ્યો હતો. હોટલ પહોંચતા જ પોલીસકર્મીએ ઘણી છોકરીઓ અને છોકરાઓ જોયા. આ દરમિયાન એક યુવક તેમને રિસેપ્શન પર મળ્યો અને તેણે હોટલ અને છોકરીઓમાં રોકાવાનો ઈશારો કર્યો. તેણે છોકરીઓનો ભાવ એક હજારથી લઈને 20 હજાર જણાવ્યો હતો. નકલી ગ્રાહક બનીને આવેલા પોલીસકર્મીએ એક છોકરી પસંદ કરી અને પછી ઈશારો કરતાં પોલીસ અંદર ઘુસી આવી અને રુમમાં દરોડા પાડતાં હાહાકાર મચ્યો હતો.
ADVERTISEMENT
પોલીસે હોટલ મેનેજરની પણ ધરપકડ કરી
ADVERTISEMENT
આ પછી જ પોલીસે તેમની કાર્યવાહી શરૂ કરી અને દરોડા પાડ્યા. દરોડા પછી, એસીપીએ જણાવ્યું કે હોટલના મેનેજર હર્ષ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 2023માં પણ ક્રાઈમ બ્રાન્ચે આ હોટલ પર દરોડા પાડ્યા હતા અને યુવક-યુવતીઓને પકડ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.