બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ‘રાજકારણ પરિવારોની સંપત્તિ નથી’, શશિ થરૂરે વંશવાદ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

રાજનીતિ / ‘રાજકારણ પરિવારોની સંપત્તિ નથી’, શશિ થરૂરે વંશવાદ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

Jay Bhatt

Last Updated: 06:38 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ NDA બિહારની ચૂંટણીમાં વંશવાદના રાજકારણનો મુદ્દો ઉઠાવીને RJD અને કોંગ્રેસ પર સતત હુમલો કરી રહ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના સાંસદે જ રાજકારણના વંશવાદનો મુદ્દો ઉઠાવીને ગંભીર સવાલો કર્યા છે.

Politics News : બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સભાઓમાં નિવેદબાજી થઈ રહી છે. એક તરફ જ્યાં NDA વંશવાદનો મુદ્દો ઉઠાવીને RJD અને કોંગ્રેસને આડે હાથ લીધું છે તો બીજી તરફ કોંગ્રેસના સાંસદે રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.

શશિ થરૂર કોંગ્રેસને ઘેરી રહ્યા છે

કેરળના તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂર સતત પોતાના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટીને ઘેરી રહ્યા છે, અને હવે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે, તેમણે વંશવાદના રાજકારણ વિશે એક લેખમાં એક મોટું નિવેદન આપ્યું છે.

vtv app promotion

કોંગ્રેસ સાંસદે કોલમમાં ઉઠાવ્યો મુદ્દો

કોંગ્રેસના સાંસદે વંશવાદની રાજનીતિ સામે અવાજ ઉઠાવતા 31 ઓક્ટોબરના રોજ પ્રોજેક્ટ સિન્ડિકેટ દ્વારા પ્રકાશિત એક કોલમમાં લખ્યું કે, 'ભારતીય લોકશાહી માટે ગંભીર ખતરો છે અને વંશવાદની રાજનીતિને યોગ્યતાથી બદલવાનો સમય આવી ગયો છે. દાયકાઓથી એક પરિવાર ભારતીય રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે'.

નેહરુ-ગાંધી વિશે શું લખ્યું?

શશિ થરૂરે નહેરુ-ગાંધી પરિવારનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 'સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, અને વર્તમાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. આ પરિવાર ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, પરંતુ તેણે એ વિચારને પણ મજબૂત બનાવ્યો કે રાજકીય નેતૃત્વ જન્મસિદ્ધ અધિકાર હોઈ શકે છે. આ વિચાર દરેક પક્ષ, દરેક ક્ષેત્ર અને ભારતીય રાજકારણના દરેક સ્તરે ફેલાયેલો છે'.

વધુ વાંચો : 'મારી સાથે સંબંધ બાંધ નહીંતર..', ડૉક્ટરે નર્સ પાસે કરી અશ્લીલ ડિમાન્ડ અને પછી..

ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી

કોંગ્રેસના સાંસદના આ લેખથી હવે ભાજપને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધવાની નવી તક મળી છે. શશી થરુરના આ લેખ પર કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Politics News Shashi Tharoor on Political Nepotism National
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ