બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મારી સાથે સંબંધ બાંધ નહીંતર..', ડૉક્ટરે નર્સ પાસે કરી અશ્લીલ ડિમાન્ડ અને પછી..

મામલો ભયાનક / 'મારી સાથે સંબંધ બાંધ નહીંતર..', ડૉક્ટરે નર્સ પાસે કરી અશ્લીલ ડિમાન્ડ અને પછી..

Nirav Kumar

Last Updated: 10:14 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં આવેલા લંભૂઆ વિસ્તારના એક સીએચસીના ડૉક્ટર વિરૂદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આ આરોપી ડૉક્ટરે મહિલા સ્ટાફ નર્સને ફોન કરીને શારીરિક સબંધની માંગ કરી હતી.

ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં કાદીપુર સીએચસીના ડૉ. અનિલ કુમાર સિંહ સામે લંભૂઆ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આ આરોપી ડૉક્ટરે લભૂઆ સીએચસી સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી વખતે એક દિવ્યાંગ મહિલા સ્ટાફ નર્સ સાથે ફોન પર અશ્લીલ વાતો કરીને બ્લેકમેલ કરી હતી. આ મામલો ધ્યાને આવતા પોલીસ અધિક્ષકે પીડિતાને બોલાવીને આરોપી ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ લખનૌનાના બક્ષી કા તાલાબ વિસ્તારના એક ગામમાં રહેતી દિવ્યાંગ મહિલા સ્ટાફ નર્સનો છે. જેમાં તેનો આરોપ છે કે 4 ઓક્ટોબરના રોજ તેને મેડિકલ અધિક્ષક ડૉ. અનિલ સિંહનો ફોન આવ્યો હતો. આ મહિલા સ્ટાફ નર્સનો આરોપ છે કે ડૉક્ટરે તેને કહ્યું હતું કે, "મારી સાથે શારીરિક સબંધ બનાવ કે પછી કોઈ બીજી છોકરીની વ્યવસ્થા કર નહીં તો હું તારું ટ્રાન્સફર કરાવી દઈશ".


vtv app promotion

જ્યારે  મહિલા નર્સે આ વાતનો ઇનકાર કર્યો ત્યારે ડૉક્ટરે કહ્યું કે, "મારી સાથે શારીરિક સબંધ બનાવવાનો છે તો શારીરિક સબંધ બનાવવાનો જ છે. નહીં તો મને જબરદસ્તી કરતા પણ આવડે છે". ડૉક્ટર અનિલ સિંહે અગાઉ પણ હોસ્પિટલમાં અશ્લીલ હરકત કરી હતી. સ્ટાફ નર્સનું કહેવું છે કે, "તે આવી માનસિકતા ધરાવતા લોકો વચ્ચે કામ કરવા અક્ષમ છુ".

પીડિત મહિલાના આરોપ મુજબ, "મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અનિલ સિંહ મને ટ્રાન્સફર લેટરની ધમકી આપીને બ્લેકમેલ કરી રહ્યા છે. મારી પાસે તેનું ફોન રેકોર્ડિંગ છે." જેમાં તેને ડૉ. અનિલ સિંહ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આથી લંભૂઆ પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : સુંદર યુવતીએ કોન્ટ્રાક્ટરને કહ્યું મને પ્રેગનેન્ટ કરી આપશો, તમે જે માંગશો તે આપીશ

પોલીસના જણાવ્યા અનુસાર, આ અંગે  24 ઓક્ટોબરના રોજ CMO સહિત ચાર અધિકારીઓની બનેલી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી ડૉક્ટરને પોતાનો પક્ષ રાખવા માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે આવ્યો નહતો. તેને રિમાઇન્ડર આપી એસપી સાથે વાત કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Staff Nurse Crime Against Women CHC Superintendent
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ