બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:05 PM, 1 November 2025
Pregnant Job Online Fraud: આજકાલ સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી કરવા અને તેમની પાસેથી પૈસા પડાવી લેવા માટે નવા-નવા પેંતરા શોધી રહ્યા છે. ગયા મહિને રાજસ્થાનના ભીલવાડામાં લગ્નની કંકોત્રીની ફેક લિંક દ્વારા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રમાં સાયબર ઠગાઈનો એક અલગ જ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ સાથે 11 લાખની છેતરપિંડી થઈ ગઈ.
ADVERTISEMENT

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક કોન્ટ્રાક્ટર 'પ્રેગ્નન્ટ જોબ' નામના સાયબર સ્કેમનો શિકાર બન્યો. છેતરપિંડી કરનારાઓએ તેને એક ઓનલાઈન જાહેરાત દ્વારા લલચાવ્યો, જેમાં લખ્યું હતું 'એક પુરુષની શોધમાં છું, જે મને પ્રેગ્નન્ટ કરી શકે.' આ જાહેરાત જોઇને કોન્ટ્રાક્ટરે સંપર્ક કર્યો અને આના પછી તેની સાથે 11 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ ગઈ.
ADVERTISEMENT
ફરિયાદ મુજબ, આરોપીએ પોતાને મહિલા ગણાવીને પહેલા વીડિયો મોકલ્યો અને પછી રજિસ્ટ્રેશન, મેમ્બરશિપ, ગોપનીયતા અને પ્રોસેસિંગ ચાર્જના નામ પર છેતરપિંડી શરૂ કરી દીધી. થોડા-થોડા કરીને પીડિત પાસેથી કુલ 11 લાખ રૂપિયા અલગ-અલગ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. આ મામલે પોલીસે જણાવ્યું કે આ કેસ એક મોટા સાયબર નેટવર્ક સાથે જોડાયેલો છે, જેને 'પ્રેગ્નન્ટ જોબ' અથવા 'પ્લેબોય સર્વિસ' રેકેટ કહેવામાં આવે છે. આ આ ગેંગ વર્ષ 2022થી દેશભરમાં સક્રિય છે અને ખાસ કરીને બેરોજગાર અથવા આર્થિક રીતે નબળા યુવાનોને નિશાન બનાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ગેંગ ફેસબુક, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને એવી ઓફર આપે છે, જેમાં કહેવામાં આવે છે કે 'વંધ્યત્વ ધરાવતી (Infertile) મહિલાઓને ગર્ભવતી બનાવીને તે 5 લાખથી 25 લાખ સુધી કમાઈ શકે છે. પીડિતો પાસેથી આધાર, પાન અને સેલ્ફી માંગવામાં આવે છે, અને પછી, સિક્યોરિટી ફી, ટેક્સ અને હોટેલ બુકિંગ જેવા બહાને લાખો રૂપિયા વસૂલી નાખે છે.
આ પણ વાંચો: 'પહેલા હું માંસાહારી હતો, ગંગા સ્નાન પછી એવા ચમત્કારો થયા કે શાકાહારી બની ગયો'
ADVERTISEMENT
સ્કેમર્સ પહેલા લોકોને ખોટા એગ્રિમેન્ટ, ફેક સર્ટિફિકેટ અને સેલિબ્રિટીઓના નામે સહી કરેલા ડોક્યુમેન્ટ બતાવીને વિશ્વાસમાં લઈ લે છે. પછી પીડિતોને પોલીસ કાર્યવાહીની ધમકી આપીને વધુ પૈસા વસૂલે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સાયબર ફ્રોડ રેકેટ બિહારના નવાદા જિલ્લામાંથી ચાલે છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.