ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભગતસિંહ કોશ્યારીથી હરમનપ્રીત સુધી... દેશની 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માન

ગર્વ / ભગતસિંહ કોશ્યારીથી હરમનપ્રીત સુધી... દેશની 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માન

Published By: Nidhi Panchal

Last Updated: 06:43 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 131 મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, રમતગમત, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર જીવન સાથે જોડાયેલા દિગ્ગજોને દેશના પ્રતિષ્ઠિત સન્માન એનાયત કર્યા.

ADVERTISEMENT

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સ્થાન ધરાવતા પદ્મ પુરસ્કારો માટે વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. આ યાદીમાં કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, જાહેર જીવન અને સામાજિક કાર્ય જેવા ક્ષેત્રોના અનેક દિગ્ગજોનો સમાવેશ થાય છે.

padma-awards

પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ

આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 લોકોને પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ રહી કે સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનને પણ આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે.

ગાયક અલકા યાજ્ઞિક સહિત

ગાયક અલકા યાજ્ઞિક, અભિનેતા મામૂટી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી, ઉદ્યોગપતિ ઉદય કોટક અને જાહેરાત જગતના જાણીતા નામ પિયુષ પાંડેને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. રમતગમત ક્ષેત્રે વિજય અમૃતરાજને પણ આ સન્માન મળ્યું છે. પદ્મશ્રી માટે પસંદ થયેલા મહાનુભાવોમાં અભિનેતા આર. માધવન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમાર જેવા જાણીતા નામો સામેલ છે. દેશના વિવિધ ખૂણાઓમાંથી કલા, સંસ્કૃતિ અને સમાજસેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને પણ આ વર્ષે વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

જાન્યુઆરી 2026માં જ આ પુરસ્કારોની જાહેરાત કરી

સરકારે જાન્યુઆરી 2026માં જ આ પુરસ્કારોની જાહેરાત કરી હતી, પરંતુ હવે સત્તાવાર સમારંભમાં તમામ હસ્તીઓને સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારો દેશના એવા નાગરિકોને આપવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપીને દેશનું ગૌરવ વધાર્યું હોય. આ પુરસ્કારો માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ દેશ માટેની સેવા અને સમર્પણનો પણ સન્માન માનવામાં આવે છે.

પદ્મ વિભૂષણ વિજેતાઓ

  • ધર્મેન્દ્ર સિંહ દેઓલ (મરણોત્તર)
  • કે.ટી. થોમસ
  • એન. રાજમ
  • પી. નારાયણન
  • વી.એસ. અચ્યુતાનંદન (મરણોત્તર)

પદ્મ ભૂષણ વિજેતાઓ

અલકા યાજ્ઞિક

  • ભગતસિંહ કોશ્યારી
  • કલ્લીપટ્ટી રામાસ્વામી પલાનીસ્વામી
  • મામૂટી
  • ડૉ. નોરી દત્તાત્રેયુડુ
  • પિયુષ પાંડે (મરણોત્તર)
  • એસ.કે.એમ. મૈલાનંદન
  • શતાવધાની આર ગણેશ
  • શિબુ સોરેન (મરણોત્તર)
  • ઉદય કોટક
  • વી.કે. મલ્હોત્રા (મરણોત્તર)
  • વેલ્લાપલ્લી નાટેસન
  • વિજય અમૃતરાજ

આ પણ વાંચો : હવામાં અધવચ્ચે રોપવે બગડી જતાં 300 પ્રવાસીઓ અટવાયા, પોલીસ-આર્મીએ કર્યું રેસ્ક્યૂ

પદ્મશ્રીમાં ચર્ચિત નામો

  • આર. માધવન
  • રોહિત શર્મા
  • હરમનપ્રીત કૌર
  • પ્રવીણ કુમાર
  • પ્રસેનજીત ચેટર્જી
  • સવિતા પુનિયા
  • સતીશ શાહ (મરણોત્તર)
  • શશી શેખર વેમ્પતી
  • તૃપ્તિ મુખર્જી
  • રતિલાલ બોરીસાગર

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Padma Awards 2026 Rohit Sharma Dharmendra

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ