ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અહીં 15 ઓગસ્ટ નહીં, 19 ડિસેમ્બરે મનાવાય છે આઝાદીનો જશ્ન, એવું કેમ, જાણો

જાણવા જેવું / અહીં 15 ઓગસ્ટ નહીં, 19 ડિસેમ્બરે મનાવાય છે આઝાદીનો જશ્ન, એવું કેમ, જાણો

Published By: Priykant Shrimali

Last Updated: 12:19 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day : અંગ્રેજોએ ભારતમાં પગ મૂક્યો અને દેશ છોડી દીધો તે પછી પણ પોર્ટુગીઝોએ અહીં શાસન કર્યું, સરકારના ઓપરેશન વિજયથી પોર્ટુગીઝ શાસનનો અંત અને પછી...

ADVERTISEMENT

Independence Day : આપણાં દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ગોવા માટે પણ ઉત્સાહનો દિવસ છે પરંતુ આ દિવસે ગોવા રાજ્યને સ્વતંત્રતા મળી ન હતી. જોકે એનું એક કારણ ઐતિહાસિક છે. ભારતીયો અંગ્રેજોના દેશ છોડીને સ્વતંત્રતા મેળવવાની ઉજવણીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે પરંતુ ગોવા 1510થી પોર્ટુગીઝ વસાહત હતું. અંગ્રેજોએ ભારતમાં પગ મૂક્યો અને દેશ છોડી દીધો તે પછી પણ પોર્ટુગીઝોએ અહીં શાસન કર્યું. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પણ પોર્ટુગીઝોએ સત્તા સોંપવાનો ઇનકાર કર્યો હતો. આ જ કારણ હતું કે, 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ગોવા સિવાય ભારતના તમામ ભાગોને અંગ્રેજોથી આઝાદી મળી.

હવે જાણીએ કેમ ગોવામાં ક્યારે મનાવાય છે આઝાદીનો જશ્ન ?

વિગતો મુજબ જ્યારે 1947માં બ્રિટિશો ભારત છોડીને ગયા ત્યારે લોકોને લાગ્યું કે, હવે આખું દેશ સ્વતંત્ર છે. પરંતુ ગોવા માટે આ સપનુ અધુરું રહ્યું. પોર્ટુગીઝોએ ગોવા છોડવાની સ્પષ્ટ ના પાડી. આવી સ્થિતિમાં ભારત સરકારને અનેકવાર શાંતિપૂર્ણ રીતે વાતચીત કરીને ગોવા પર અધિકાર મેળવવાનો પ્રયાસ કર્યો. પણ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા.

આ પણ વાંચો : જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત

ઓપરેશન વિજયથી પોર્ટુગીઝ શાસનનો અંત

આ તરફ કેન્દ્ર સરકારે 1961માં પોર્ટુગીઝ શાસનનો અંત લાવવા માટે ભારતે "ઓપરેશન વિજય" શરૂ કર્યું. 18 ડિસેમ્બરે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ ગોવા પર સશસ્ત્ર કાર્યવાહી કરી. માત્ર 36 કલાકમાં જ પોર્ટુગીઝો શરણે આવ્યા.

આ પણ વાંચો : જ્યારે ખુદ ગાંધીજીએ જ તિરંગાને સલામી આપવા ઇન્કાર કર્યો, કારણ જાણીને ચોંકી જશો

શરણાગતિ બાદમાં ધ્વજારોહણ

18 ડિસેમ્બરના સાંજે પોર્ટુગીઝ ધ્વજ નીચે ઉતારવામાં આવ્યો અને સફેદ ધ્વજ ફરકાવ્યો. આ પછી 19 ડિસેમ્બર 1961ના રોજ મેજર જનરલ કેન્ડેતે ગોવા સચિવાલયના આગળ ભારતીય તિરંગો લહેરાવ્યો. એ ક્ષણે આખો દેશ ગર્વથી ઝૂમી ઉઠ્યો. આ મુક્તિ માટે ભારતના ઘણા યોદ્ધાઓએ પોતાના પ્રાણ ન્યૌછાવર કર્યા. ખાસ કરીને ભારતીય નૌકાદળના 7 બહાદુર જવાનો "INS Gomantak" જહાજ પર શહીદ થયા. આજે પણ ગોવામાં તેમનું સ્મારક ઊભું છે. ગોવામાં 19 ડિસેમ્બરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ, શહીદોની સ્મૃતિ સમારંભ અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. આ દિવસે રાજ્યભરમાં દેશભક્તિના જુસ્સા સાથે લોકો એકતા અને સ્વતંત્રતાના મૂલ્યને યાદ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Goa Liberation Day Independence Day 15 August

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ