ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મમ્મા કે ઉપર કુછ ડાલા, ફીર લાઈટર સે આગ લગા દી' 5 વર્ષના છોકરાએ વર્ણવ્યો 'દહેજ મર્ડર હોરર'

નોઈડા / 'મમ્મા કે ઉપર કુછ ડાલા, ફીર લાઈટર સે આગ લગા દી' 5 વર્ષના છોકરાએ વર્ણવ્યો 'દહેજ મર્ડર હોરર'

Published By: Hiralal Parmar

Last Updated: 08:48 AM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રેટર નોઈડામાં મહિલાને જીવતી સળગાવાના મામલે તેના 5 વર્ષના પુત્રે મોટો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

ગ્રેટર નોઈડામાં દહેજના મામલે મહિલાને જીવતી સળગાવાના મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. પીડિતાના 5 વર્ષના પુત્રે આ ખૌફનાક ઘટના જોઈ હતી જેણે હવે આખો કિસ્સો વર્ણવ્યો છે. 5 વર્ષના છોકરાએ કહ્યું કે 'મેરી મમ્મા કે ઉપર કુછ ડાલા, ફીર ઉનકો ચાટા મારા ફીર લાઈટર સે આગ લગા દી'.

ગ્રેટર નોઈડામાં શનિવારે શું બન્યું

ગ્રેટર નોઈડાના કાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સિરસા ગામમાં દહેજના ભૂખ્યા સાસરિયાઓએ પુત્રવધૂ પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી. મૃતકની બહેને ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. માતા-પિતા વીડિયો લઈને કાસના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ આરોપી સાસરિયાઓની શોધ કરી રહી છે. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. દાદરીના રૂપબાસમાં રહેતી નિક્કી અને તેની બહેનના લગ્ન વર્ષ 2016માં સિરસા ગામના રહેવાસી વિપિન અને તેના ભાઈ સાથે થયા હતા. પરિવારના સભ્યો પણ એક જ ઘરમાં બંને બહેનોના લગ્નથી ખૂબ ખુશ હતા. જોકે લગ્નના થોડા વર્ષો પછી, નિક્કી અને તેના પતિ વિપિન વચ્ચે ઝઘડો થવા લાગ્યો. પરિવારના સભ્યોએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંબંધ સુધારવાને બદલે બગડતા ગયા.

પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી

આરોપ છે કે વિપિન અને તેની માતા તેમની પુત્રવધૂ નિક્કીને વારંવાર માર મારતા હતા. વિપિન દારૂનો વ્યસની હતો. તે ઘણીવાર દારૂ પીને ઘરે આવતો અને નિક્કીને માર મારતો. જો નિક્કી મારનો વિરોધ કરતી તો માતા અને પુત્ર બંને તેને માર મારતા. 21 ઓગસ્ટના રોજ વાત હદ પાર કરી ગઈ. વિપિન અને તેની સાસુએ મળીને નિક્કીને જીવતી સળગાવી દીધી. બંનેએ પહેલા તેના પર પેટ્રોલ છાંટી દીધું, પછી તેને આગ લગાવી દીધી અને સળગાવી દીધી.

વધુ વાંચો : કોન્ડોમ-ગોળીઓનું પેમેન્ટ અટક્યું તો ખુલી ગઈ પતિની પોલ, પત્ની સામે આવ્યું એક્સ્ટ્રા મેરિટલ અફેર પછી...

પીડિતાએ વીડિયો રેકોર્ડ કરીને મોકલ્યો

ઘટના સમયે નિક્કીની બહેન પણ ઘટનાસ્થળે હાજર હતી. બહેને સાસરિયાઓના કૃત્યનો વીડિયો બનાવીને તેના પરિવારને મોકલ્યો. વીડિયો જોઈને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, નિક્કીના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

noida UP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ