ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'ધર્મ ચક્રવર્તી' શું હોય છે? જેનાથી PM મોદીને કરાયા સન્માનિત, તેની પાછળની કહાની છે રસપ્રદ

જાણવા જેવું / 'ધર્મ ચક્રવર્તી' શું હોય છે? જેનાથી PM મોદીને કરાયા સન્માનિત, તેની પાછળની કહાની છે રસપ્રદ

Last Updated: 03:12 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narendra Modi: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શનિવારે આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને 'ધર્મ ચક્રવર્તી'નું પ્રતિષ્ઠિત બિરુદ આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

Narendra Modi: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શનિવારે આયોજિત એક ખાસ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને 'ધર્મ ચક્રવર્તી'નું પ્રતિષ્ઠિત બિરુદ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પ્રખ્યાત જૈન સાધુ આચાર્ય વિદ્યાનંદ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત વડા પ્રધાન મોદીએ એક વર્ષ સુધી ચાલનારા રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ અભિયાનના ઉદ્ઘાટન સાથે કરી હતી. આ અભિયાન હેઠળ દેશભરમાં સાંસ્કૃતિક પ્રદર્શનો, શૈક્ષણિક અભિયાનો, વિદ્વતાપૂર્ણ સેમિનાર અને આંતર-ધાર્મિક સંવાદોનું આયોજન કરવામાં આવશે, જેનાથી જૈન દર્શન અને ભારતની આધ્યાત્મિક વિરાસતને વ્યાપક ઓળખ મળશે.

narendra-modi

આચાર્ય વિદ્યાનંદ મહારાજ કોણ છે?

આચાર્ય વિદ્યાનંદ મહારાજ જૈન ધર્મના વિચારશીલ મુનિઓમાના એક હતા જેમણે પ્રાકૃત ભાષા, જૈન દર્શન અને ભારતીય તાત્વિક ચિંતન પર 50 થી વધુ ગ્રંથોની રચના કરી હતી.

તેમના નેતૃત્વ હેઠળ ઘણા પ્રાચીન જૈન મંદિરોને પુનર્જીવિત કરવામાં આવ્યા હતા અને પરંપરાગત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમણે અહિંસા, સંયમ અને આત્મકલ્યાણના મૂલ્યોને ફક્ત પ્રવચનો સુધી મર્યાદિત રાખ્યા ન હતા, પરંતુ તેમને સામાજિક સુધારણા અને વૈચારિક જાગૃતિનું માધ્યમ બનાવ્યું હતું.

vtv app add

આ પણ વાંચોઃ નેશનલ / આ રૂટ પરથી પસાર થનારી ટ્રેનો કેન્સલ, કેટલીક તો શોર્ટ ટર્મિનેટ કરાઇ, ગુજરાત સાથે છે કનેક્શન

'ધર્મ ચક્રવર્તી' નું બિરુદ શું છે?

'ધર્મ ચક્રવર્તી' નું બિરુદ એટલે ધર્મનું ચક્ર ચલાવનાર મહાન માર્ગદર્શક. જૈન પરંપરામાં આ બિરુદ એવી વ્યક્તિને આપવામાં આવે છે જે વૈશ્વિક સ્તરે અહિંસા, સત્ય અને નૈતિક મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરે છે.

આ સન્માન પ્રધાનમંત્રી મોદીને ભારતની આધ્યાત્મિક પરંપરાને આધુનિક મંચો પર લાવવા, આંતરરાષ્ટ્રીય સ્તરે જૈન મૂલ્યોની પ્રતિષ્ઠા વધારવા અને સમાવિષ્ટ, નૈતિક સમાજના નિર્માણમાં યોગદાન આપવા બદલ આપવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vidyanand Maharaj Dharma Chakravarti Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ