ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:35 PM, 3 March 2026
ADVERTISEMENT
Iran Israel War: ખાડી વિસ્તાર અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર ભારત માટે સૌથી મહત્વપૂર્ણ વેપાર કોરિડોરમાંથી એક છે. તે એનર્જી ઇંપોટ, વેપાર અને દરિયાઈ જોડાણ માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે.
ADVERTISEMENT
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીથી મધ્ય પૂર્વીય દેશોમાં અશાંતિ વધી છે. આનાથી ભારતની આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. ખાડી દેશોના વિસ્તારમાં વિક્ષેપ વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર અસર કરી શકે છે, જેના કારણે ભારતીય અર્થતંત્ર પર ગંભીર પરિણામો આવી શકે છે.
આ તરફ વિદેશ મંત્રાલયે સમગ્ર મુદ્દા પર એક નિવેદન જારી કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે 28 ફેબ્રુઆરીએ ઈરાન અને ગલ્ફ ક્ષેત્રમાં થયેલ સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી
ભારતે કહ્યું કે તે સમયે ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ટાળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. કમનસીબે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આ વિસ્તારમાં પરિસ્થિતિ વધુને વધુ ગંભીર અને લગાતાર ખરાબ થતી ગઇ.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે કહ્યું કે આશરે 1 કરોડ ભારતીય નાગરિકો ગલ્ફ દેશોમાં રહે છે અને કામ કરે છે. તેમની સલામતી અને સુખાકારી મહત્વપૂર્ણ છે. આપણે એવી કોઈપણ પરિસ્થિતિથી બેધ્યાન રહી શકીએ નહીં જે આપણા પર ખોટી અસર કરે. આપણી ટ્રેડ અને સપ્લાય ચેન પણ આ પ્રદેશમાંથી પસાર થાય છે. કોઈપણ મોટો વિક્ષેપ ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે.
ભારત માટે ગેટવેનું કામ કરે છે ખાડી અને પશ્વિમ એશિયાઇ ક્ષેત્ર
ADVERTISEMENT
તેમણે કહ્યું કે એક એવા દેશ તરીકે જેના નાગરિકો વિશ્વભરના દેશોમાં કાર્યબળ માટે મહત્વપૂર્ણ છે, ભારત મર્ચેટ શિપિંગ પરના હુમલાઓની સખત નિંદા કરે છે. તાજેતરના સમયમાં આવા હુમલાઓમાં ભારતીય નાગરિકોના જાનહાનિ અને ગુમ થવાના બનાવો બન્યા છે.
ખરેખર ખાડી ક્ષેત્ર અને વિસ્તૃત પશ્વિમ એશિયાઈ ક્ષેત્ર ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ટ્રેડ કોરિડોરમાંથી એક છે. તે એનર્જી ઇંપોર્ટ, મર્ચેટાઇજ ટ્રેડ અને દરિયાઈ જોડાણ માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / યુદ્ધ વચ્ચે કતારે ભારતને ગેસ સપ્લાયમાં ઘટાડો કર્યો, કારણ જણાવ્યું
ADVERTISEMENT
ભારતે યુદ્ધમાં સામેલ દેશોને વાતચીતની અપીલ કરી
ભારતે તેના તાજેતરના નિવેદનમાં તણાવગ્રસ્ત દેશોને વાતચીત અને ડિપ્લોમેસીની અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લડાઈ માત્ર વધી નથી પરંતુ અન્ય દેશોમાં પણ ફેલાઈ છે. વિનાશ અને મૃત્યુમાં વધારો થયો છે, સામાન્ય જનજીવન અને આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ છે. પ્રદેશની સુરક્ષા અને સ્થિરતામાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા પાડોશી તરીકે આ ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે લડાઈને વહેલી તકે ખતમ કરવાના પક્ષમાં અમે અવાજ ઉઠાવીએ છીએ. ઘણા લોકોના જીવ પહેલાથી જ ગયા છે. અમે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT