ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારતના સૌથી સ્વચ્છ શહેરનું પાણી બન્યું ઝેરવાળું, 8થી વધુ લોકોના મોત, 100 બીમાર

નેશનલ / ભારતના સૌથી સ્વચ્છ શહેરનું પાણી બન્યું ઝેરવાળું, 8થી વધુ લોકોના મોત, 100 બીમાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:04 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indore News: દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે 100 થી વધુ લોકોને ઉલટી-ઝાડા થતા વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા

ADVERTISEMENT

Indore News: દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે 100 થી વધુ લોકોને ઉલટી-ઝાડા થતા વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને આ દર્દીઓમાંથી ઓછામાં ઓછા ત્રણ દર્દીઓના મોત થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આઠ લોકો મૃત્યુ પામ્યા છે.

દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો છે. દૂષિત પાણી પીવાથી થતી ઉલટી અને ઝાડાને કારણે આઠ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વહીવટીતંત્રે ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દરમિયાન 100 થી વધુ લોકોને ગંભીર બીમારીઓ સાથે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. એક નિવેદનમાં તેમણે કહ્યું કે મૃતકોના પરિવારોને બે લાખ રૂપિયાની સહાય મળશે, અને સરકાર તમામ દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં છ મહિલાઓ સહિત આઠ લોકોના દૂષિત પાણી પીવાથી બીમાર પડીને મોત થયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ભગીરથપુરા વિસ્તારમાં નંદલાલ પાલ (70), ઉર્મિલા યાદવ (60) અને તારા કોરી (65) ના ઝાડાથી મૃત્યુ થયા છે.

સરકાર એક્શનમાં

એક વહીવટી અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નિર્દેશને પગલે ભગીરથપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઝોનલ અધિકારી અને એક સહાયક ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એક ઇન્ચાર્જ સબ-ઇજનેરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે દૂષિત પેયજલ કાંડની તપાસ માટે એક અધિકારીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Zomato-Swiggyની ડિલિવરી થશે ઠપ્પ, નવા વર્ષે ગિગ વર્કર્સની દેશવ્યાપી હડતાળનું એલાન

શૌચાલય પાસે પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું

મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દિલીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે ભગીરથપુરામાં શૌચાલયની ઉપર સ્થિત મુખ્ય પાણી પુરવઠા પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ લીકેજ પીવાના પાણીને દૂષિત કરી શકે છે. દરમિયાન મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નીલાભ શુક્લાએ આરોપ લગાવ્યો હતો કે વહીવટીતંત્ર દુષિત પેયજલ કાંડમાં પોતાની ગંભીર બેદરકારી છુપાવવા માટે વાસ્તવિક મૃત્યુઆંક છુપાવી રહ્યું છે. તેમણે કહ્યું, "દૂષિત પેયજલ કાંડથી દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની છબી ખરડાઈ છે, પરંતુ માત્ર ઢાંકપીછોડો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે."

vtv app promotion

મેયરે શું કહ્યું?

મેયરએ જણાવ્યું કે ભગીરથપુરા વિસ્તારમાં ચાર એમ્બ્યુલન્સ સાથે ડોકટરોની ઘણી ટીમો તૈનાત છે અને ઉલટી અને ઝાડાના દર્દીઓની સારવાર માટે પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે વિસ્તારમાંથી પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indore News Madhya Pradesh Tainted Water Scandal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ