બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:08 PM, 7 July 2025
દિલ્હી હાઈકોર્ટે સોમવારે તુર્કી એવિએશન કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની અરજી ફગાવી દીધી હતી, જેમાં રાષ્ટ્રીય સિક્યુરિટીના આધારે તેની સિક્યુરિટી ક્લીયરન્સ રદ કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાએ સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સેલેબી દિલ્હી કાર્ગો ટર્મિનલ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ બંને કંપનીઓ ઘણા ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો કામગીરીનું ધ્યાન રાખે છે. હાઈકોર્ટે 23 મેના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો:નંગ વેચતા એક મૌલવી પાસેથી મળી કરોડોની સંપત્તિ,પોતાનો કિલ્લો પણ બનાવ્યો
ભારતના એવિએશન સિક્યુરિટી નિયમનકાર, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ 15 મેના રોજ રાષ્ટ્રીય સિક્યુરિટી હિતોનો હવાલો આપીને સેલેબીની સિક્યુરિટી મંજૂરી પાછી ખેંચી લીધી હતી. તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન કરું હતું અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી શિબિરો પર ભારતના હુમલાઓની નિંદા કરી હતી, જેના કારણે ભારતમાં વ્યાપક લોકોનો રોષ ફેલાયો હતો. તુર્કીની કંપની સેલેબી 15 વર્ષથી વધુ સમયથી ભારતના એવિએશન ક્ષેત્રમાં કાર્યરત છે અને દેશના નવ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો કામગીરી સંભાળે છે. સેલેબીએ કેન્દ્રના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
ADVERTISEMENT

સેલેબીમાં 10,000 થી વધુ લોકો કામ કરતા હતા. તેને નવેમ્બર 2022 માં સુરક્ષા મંજૂરી મળી હતી, જે ઓપરેશન સિંદૂર પછી 15 મે ના રોજ રદ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટમાં સેલેબીની સિક્યુરિટી ક્લીયરન્સ રદ કરવાના નિર્ણયનો બચાવ કરતા, કેન્દ્ર સરકારના વકીલે દલીલ કરી હતી કે આ તુર્કી કંપની ભારતમાં એવિએશન સિક્યુરિટી માટે અભૂતપૂર્વ ખતરો બની શકે છે, જેના માટે તાત્કાલિક કાર્યવાહી વાજબી છે. કેન્દ્રએ 19 મે ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓમાં સેલેબીની સેવાઓ ચાલુ રાખવાથી જોખમ ઊભું થશે તેવી ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: પાકિસ્તાન આર્મીની આબરૂના ધજાગરા, અંદરના માણસે NIA સામે કરી કબુલાત
સેલેબીના વકીલે દલીલ કરી હતી કે સરકારનું આ પગલું કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને એવિએશન સિક્યુરિટી નિયમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું ઉલ્લંઘન કરે છે. તેમણે દલીલ કરી હતી કે BCAS ડાયરેક્ટર જનરલે આવું પગલું ભરતા પહેલા નોટિસ જારી કરવી જોઈતી હતી, સાંભળવાની તક આપવી જોઈતી હતી અને કારણો નોંધવા જોઈતા હતા. જોકે, સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તાત્કાલિક અસરથી સુરક્ષા મંજૂરી રદ કરવામાં આવી છે. હાઈકોર્ટમાંથી અરજી ફગાવી દેવા સાથે, સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોનો આદેશ અમલમાં આવ્યો છે, જે ભારતમાં સેલેબીના સંચાલન પર સીધી અસર કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.