બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એવી દવાઓ, જેની પર હવે નહીં લાગે કોઇ GST, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ

GST Rate Cut / એવી દવાઓ, જેની પર હવે નહીં લાગે કોઇ GST, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 07:51 AM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કાઉન્સિલની ગઈકાલે એટલે કે 3 સપ્ટેમ્બર 2005 ના રોજ એક બેઠક યોજાઈ હતી અને તેમ ઘણા મોટા અને જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠક માં 5% અને 18% એમ બે ટેક્સ સ્લેબને મંજૂરી આપવામાં આવી છે. નાણાંમંત્રીએ આ બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપી હતી.

GST Rate Cut: PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સંબોધનમાં જીએસટીમાં રાહત આપવાની વાત કર્યા પછી ગઈકાલે 3 સપ્ટેમ્બર 2025ના રોજ એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. અને આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે હેવ ટેક્સ સ્લેબ માત્ર 5% અને 18% એમ બે ટેક્સ સ્લેબને મંજૂરી અપાઈ છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે બેઠક પછી તેમ લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા જણાવ્યું કે જીવન રક્ષક કે જીવ જરૂરી એવી 33 જેટલી દવાઓ પર પહેલા લાગતો 12% જીએસટીને દૂર કરીને 0% કરી દેવાયો છે. કેન્સરની દવાઓ પર પણ જીએસટી 0% કરી દેવાઈ છે. એટલે હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ જીએસટી લાગુ પડશે નહીં. પહેલા આ દવાઓ પર 12% જીએસટી લાગુ પડતો હતો. આ નવો નિયમ 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. એટલે હવે દવાઓ પહેલા કરતાં સસ્તી થશે.

ઘણી ગંભીર અને દુર્લભ બીમારીઓની સારવાર ખૂબ જ મોંઘી પડે છે. આ દવાઓ પરનો GST દૂર થવાથી હવે દર્દીઓ અને તેમના પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. આ નિર્ણયથી એવા પરિવારોને મોટી રાહત મળશે જેમને મોંઘી દવાઓ ખરીદવામાં મુશ્કેલી પડે છે. હવે સારવારનો ખર્ચ ઓછો થશે અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ સસ્તા દરે સારવાર મેળવી શકશે.

ક્યારથી લાગુ થશે આ નિયમ?

આ નવો નિયમ 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે. આ પછી દેશભરમાં આ દવાઓની ખરીદી પર કોઈ GST ચૂકવવો પડશે નહીં.

કઈ દવાઓ પરથી ટેક્સ દૂર કરવામાં આવ્યો?

આ 33 દવાઓમાં કેન્સર, બ્લડ ડિસઓર્ડર, દુર્લભ આનુવંશિક રોગો અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી મોંઘી દવાઓનો સમાવેશ થાય છે.

આ 33 દવાઓ પર 0% GST

  1. Onasemnogene abeparvovec
  2. Asciminib
  3. Mepolizumab
  4. Pegylated Liposomal Irinotecan
  5. Daratumumab
  6. Daratumumab (subcutaneous)
  7. Teclistamab
  8. Amivantamab
  9. Alectinib
  10. Risdiplam
  11. Obinutuzumab
  12. Polatuzumab vedotin
  13. Entrectinib
  14. Atezolizumab
  15. Spesolimab
  16. Velaglucerase Alpha
  17. Agalsidase Alfa
  18. Rurioctocog Alpha Pegol
  19. Idursulphatase
  20. Alglucosidase Alfa
  21. Laronidase
  22. Olipudase Alfa
  23. Tepotinib
  24. Avelumab
  25. Emicizumab
  26. Belumosudil
  27. Miglustat
  28. Velmanase Alfa
  29. Alirocumab
  30. Evolocumab
  31. Cystamine Bitartrate
  32. C1-Inhibitor (injection)
  33. Inclisiran

વધુ વાંચો: દરેક ભારતીય માટે દિવાળી ભેટ...', GST સ્લેબ ઘટાડવાની જાહેરાત પર PM મોદીએ કહ્યું

vtv app promotion

હવે માત્ર 2 જ ટેક્સ સ્લેબ

તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની 56મી બેઠકમાં 5% અને 18% ના બે ટેક્સ સ્લેબને મંજૂરી આપવામાં આવી હતી. સાબુ, સાયકલ, ટીવી અને વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર GST દર ઘટાડવામાં આવ્યા છે. ગુટખા, તમાકુ અને તમાકુ ઉત્પાદનો અને સિગારેટ સિવાયના તમામ ઉત્પાદનો પર નવા દર 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી લાગુ થશે. મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે GST દરોમાં ફેરફારની નાણાકીય અસર લગભગ 48,000 કરોડ રૂપિયા હશે પરંતુ નાણાકીય દૃષ્ટિકોણથી તેની કોઈ ખાસ અસર થશે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કર માળખાને સરળ બનાવવાની જાહેરાત કરી હતી. આ જ જાહેરાત અનુસાર, GST કાઉન્સિલે કર દરોમાં ફેરફારને મંજૂરી આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New GST Slabs GST on Medicines GST Rate Cut

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ