ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અયોધ્યામાં રામ નવમીની ભવ્ય તૈયારી શરૂ, ભવ્ય ‘સૂર્ય તિલક’ સમારોહ માટે તૈયારીઓ તેજ

ઉજવણી / અયોધ્યામાં રામ નવમીની ભવ્ય તૈયારી શરૂ, ભવ્ય ‘સૂર્ય તિલક’ સમારોહ માટે તૈયારીઓ તેજ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:00 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામનવનીના પર્વને લઈને અયોધ્યામાં તૈયારીઓ પુર જોશમાં શરૂ થઈ ગઈ છે. અયોધ્યામાં રામનવમી પર ભગવાન રામલલ્લાના ભવ્ય સૂર્ય તિલકનું આયોજન થશે અને આ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરના દર્શને આવશે જેને લઇને પણ તંત્રએ તૈયારીઓ ઝડપી કરી દીધી છે.

ADVERTISEMENT

Ayodhya Ramnavami 2026: અયોધ્યામાં રામ નવમીના પાવન પ્રસંગને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. ભવ્ય ઉજવણી અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ વર્ષે રામ નવમી વધુ ખાસ બનવા જઈ રહી છે કારણ કે ભગવાન રામલલા માટે ભવ્ય ‘સૂર્ય તિલક’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે.

સુરક્ષા અને વ્યવસ્થામાં ખાસ આયોજન

અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટીકારામ ફંડેએ જણાવ્યું છે કે રામ નવમી શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દરમિયાન દેશના વિવિધ ખૂણાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સુરક્ષા અને સુવિધા બંને પર વિશેષ ધ્યાન આપ્યું છે.

નવરાત્રિના પ્રારંભથી જ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્વના સ્થળોએ પોલીસ અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. રામ નવમીના દિવસે બપોરે 12:00 વાગ્યે ભગવાન રામના જન્મોત્સવનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.જેમાં લાખો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. ભક્તો વિવિધ મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત સરયુ નદીમાં પવિત્ર સ્નાન પણ કરશે. જેના કારણે ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ''પપ્પા આ લોકો મને...'', જ્યારે રડતા-રડતા દીકરીએ કર્યો પિયરમાં કોલ, બાદમાં 3 કલાકમાં જ મોત!

‘સૂર્ય તિલક’ સમારોહ રહેશે આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે રામ નવમીના પ્રસંગે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામલલા માટે વિશેષ ‘સૂર્ય તિલક’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે. આ અનોખા ધાર્મિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ LED સ્ક્રીનો અને વિવિધ ટીવી ચેનલો પર કરવામાં આવશે. જેથી દરેક ભક્ત સરળતાથી દર્શન કરી શકે. ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને પીવાના પાણી, આરામ માટે છાંયો અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં ભીડને નિયંત્રિત કરવા માટે મંદિરો પાસે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને માર્ગ વ્યવસ્થા પણ સુધારવામાં આવી છે. આ તમામ તૈયારીઓ વચ્ચે અયોધ્યા રામ ભક્તિમાં રંગાઈ ગઈ છે અને 27 માર્ચે યોજાનાર આ ભવ્ય રામ નવમી ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surya Tilak ceremony Ayodhya Ramnavami 2026 Ram Mandir event

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ