બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મારા જીવને જોખમ..', વોટ ચોરીના મુદ્દા વચ્ચે રાહુલ ગાંધીનો મોટો દાવો

રાજકારણ / 'મારા જીવને જોખમ..', વોટ ચોરીના મુદ્દા વચ્ચે રાહુલ ગાંધીનો મોટો દાવો

Priyankka Triveddi

Last Updated: 06:11 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ પૂણેની કોર્ટમાં નિવેદન આપીને દાવો કર્યો છે કે તેમનો જીવ ગંભીર જોખમમાં છે.

પૂણેની કોર્ટમાં કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અને તેમ કહ્યું છે કે તેમના જીવને જોખમ છે. અને આ નિવેદન તેમણે સાવરકર પર તેમની ટિપ્પણીથી જોડાયેલા માનહાનિના મામલે કર્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇતિહાસનું પુનરાવર્તન થવા દેવું જોઈએ નહીં. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમણે તાજેતરમાં ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમનો જીવ જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે.

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમણે ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સુરક્ષા જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો દસ્તાવેજી ઇતિહાસ વિશે સૌ કોઈ જાણે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મને સ્પષ્ટ, તાર્કિક અને નક્કર શંકા છે કે મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે. ખોટા કેસોમાં ફસાવવામાં પણ આવી શકે છે. અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો ઇતિહાસ હિંસાસભર છે. ઇતિહાસનું પુનરાવર્તન થવા દેવું જોઈએ નહીં. તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

BJP નેતાઓ તરફથી ધમકી મળ્યાનો દાવો

રાહુલ ગાંધીએ કહ્યું કે ' વોટ ચોરી' ના આરોપોએ તેમના રાજનૈતિક વિરોધીઓને ભડકાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે BJP તરફથી તેમને બે સાર્વજનિક ધમકીઓ મળી ચૂકી છે. જેમાં કેન્દ્રિય મંત્રી રવીનીત સિંહ બિટ્ટુએ તેમને 'દેશના નંબર 1 આતંકવાદી' કહ્યા હતા. તો BJP નેતા તરવિંદર સિંહ મારવાહે તેમને ધમકી આપી છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં આગ્રહ કર્યો કે તેમની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવે કારણ કે તેમના જીવને જોખમ છે અને આ સ્થિતિ ગંભીર છે.

વધુ વાંચો: ટ્રમ્પ-પુતિન બેઠક બાદ જયશંકર રશિયા જશે, ટેરિફ વોર વચ્ચે કરશે હાઈલેવલ બેઠક

Vtv App Promotion 2

આ પગલું બિનજરૂરી: સત્યકી સાવરકર

તો બીજી તરફ સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું કે આ આવેદન ઘણા સમય પહેલા દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ રાહુલ ગાંધી તરફથી આ મામલે જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનું આ સ્ટેપ આ સમયે બિલકુલ અયોગ્ય છે. કોર્ટ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ મામલાની સુનાવણીમાં રાહુલ ગાંધીએ હજાર રહેવાની કોઈ જરૂર નાથી આમ છતાં પણ રાહુલ તરફથી આ અંમલે વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમની આ અરજી આ મામલા સાથે કોઇપણ રીતે સલગ્ન નથી અને કોઈના તરફથી તેને સમર્થન નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Vinayak Savarkar Pune Court
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ