ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીએ છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી, સ્વદેશી વસ્તુઓથી લઈ તહેવાર પર જાણો શું કહ્યું?

મન કી બાત / PM મોદીએ છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી, સ્વદેશી વસ્તુઓથી લઈ તહેવાર પર જાણો શું કહ્યું?

Published By: Vidhata Gothi

Last Updated: 01:13 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Mann Ki Baat 127th Episode: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​આકાશવાણી દ્વારા મન કી બાત કાર્યક્રમ કર્યો. તેમણે ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કર્યા. આ તેમના "મન કી બાત" કાર્યક્રમનો 127મો એપિસોડ હતો.

ADVERTISEMENT

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. આ જ ક્રમમાં આજે 26 ઓક્ટોબર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે ચર્ચા કરશે. આજે મન કી બાતનો 127મો એપિસોડ છે. આજના એપિસોડમાં GST બચત ઉત્સવનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહ્યું કે આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે. તહેવારોની રોનક પહેલા કરતા વધુ જોવા મળી છે.

રન ફોર યુનિટીમાં બધા સાથે ભાગ લો: PM મોદી

મન કી બાતના 127મા એપિસોડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સરદાર પટેલની 150મી જન્મજયંતિ આખા દેશ માટે ખૂબ જ ખાસ પ્રસંગ છે. સરદાર પટેલ આધુનિક સમયમાં દેશના સૌથી મહાન વ્યક્તિઓમાંથી એક રહ્યા છે. ગાંધીજીથી પ્રેરિત થઈને, તેમણે પોતાને સંપૂર્ણપણે સ્વતંત્રતા સંગ્રામ માટે સમર્પિત કરી દીધા હતા. ખેડા સત્યાગ્રહથી લઈને બોરસદ સત્યાગ્રહ સુધીના અનેક આંદોલનોમાં તેમનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે. અમદાવાદ નગરપાલિકાના વડા તરીકેનો તેમનો કાર્યકાળ પણ ઐતિહાસિક હતો. તેમણે સ્વચ્છતા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમણે દેશની એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા. હું આપ સૌને અપીલ કરું છું કે 31 ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિના રોજ દેશભરમાં આયોજિત થનારી 'રન ફોર યુનિટી'માં ભાગ લો અને ફક્ત એકલા નહીં, પરંતુ અન્ય લોકો સાથે પણ ભાગ લો.'

કોમારામ ભીમ નિઝામો સામે એકલા લડ્યા: વડાપ્રધાન મોદી

મન કી બાતના 127મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ કહ્યું, '20મી સદીની શરૂઆતની કલ્પના કરો! તે સમયે, સ્વતંત્રતાની કોઈ આશા કશે દેખાઈ રહી નહોતી. અંગ્રેજોએ સમગ્ર ભારતમાં શોષણની બધી હદો વટાવી દીધી હતી. તે સમયગાળા દરમિયાન, હૈદરાબાદના દેશભક્ત લોકો માટે જુલમ વધુ ભયંકર હતો. તેમને ક્રૂર અને નિર્દય નિઝામના અત્યાચારો પણ સહન કરવા પડી રહ્યા હતા. ગરીબ, વંચિત અને આદિવાસી સમુદાયો પર કરવામાં આવેલા અત્યાચારોની કોઈ સીમા નહોતી. આવા મુશ્કેલ સમયમાં, લગભગ 20 વર્ષનો એક યુવાને આ અન્યાય સામે અવાજ ઉઠાવો. જુલમ સામેની આ લડાઈમાં, તે યુવકે નિઝામના એક અધિકારીને મારી નાખ્યો. તે ધરપકડથી બચવામાં પણ સફળ રહ્યો. હું કોમારામ ભીમની વાત કરી રહ્યો છું. તેમની જન્મજયંતિ 22 ઓક્ટોબરે ઉજવવામાં આવી. તેમણે અસંખ્ય લોકો, ખાસ કરીને આદિવાસી સમુદાયના લોકોના હૃદય પર ઊંડી છાપ છોડી. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ તેમના વિશે શક્ય તેટલું વધુ જાણવાનો પ્રયાસ કરે.'

આ પણ વાંચો: ક્રિકેટરો સાથે બનેલી ઘટનાને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો પલટવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા, આપણે બધાએ દિવાળી ઉજવી હતી, અને હવે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વ્યસ્ત છે. છઠનું મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની ઊંડી એકતાનું પ્રતિબિંબ છે. સમાજનો દરેક વર્ગ છઠ ઘાટ પર એક સાથે આવે છે. આ દૃશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. તેમણે કહ્યું કે તહેવારોના આ પ્રસંગે મેં તમને બધાને પોતાની ભાવનાઓ શેર કરતો એક પત્ર લખ્યો હતો. પત્રમાં, મેં દેશની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો જેણે આ વર્ષના તહેવારોને વધુ જીવંત બનાવી દીધા છે.

vtv app promotion

આપણા દેશી કૂતરાઓએ પણ બતાવી હિંમત: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ટગયા વર્ષે, લખનૌમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં, રિયા નામની એક ફિમેલ ડોગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે BSF દ્વારા ટ્રેન કરાયેલ એક મુધોલ હાઉન્ડ છે. રિયાએ ત્યાં ઘણી વિદેશી જાતિઓને હરાવીને પહેલું ઇનામ જીત્યું. આપણા દેશી કૂતરાઓએ પણ નોંધપાત્ર હિંમત બતાવી છે. ગયા વર્ષે, છત્તીસગઢમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે, CRPFના એક દેશી કૂતરાએ 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢ્યા હતા. હું BSF અને CRPFને આ દિશામાં તેમના પ્રયાસો બદલ અભિનંદન આપું છું.'

મેંગ્રોવ્સ સમુદ્રની ઇકોસિસ્ટમનો મહત્ત્વપૂર્ણ ભાગ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો હોય છે, જે માટીને પકડી રાખે છે, તેમ દરિયા કિનારે મેંગ્રોવ્સ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. મેંગ્રોવ્સ ખારા પાણી અને ભેજવાળા વિસ્તારોમાં ઉગે છે અને સમુદ્રની ઇકોસિસ્ટમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સુનામી અને ચક્રવાત જેવી આફતો આવે ત્યારે આ મેંગ્રોવ્સ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mann Ki Baat 127th Episode National News Narendra Modi

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ