બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 AM, 26 October 2025
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગુરુવારે સવારે બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે રસ્તા પર એક શખ્સે છેડતી કરી હતી. આ બંને ખેલાડીઓ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવી છે. આરોપી મોટરસાઇકલ પર સવાર હતો અને બંને ખેલાડીઓની નજીકથી પસાર થતા આરોપીએ બંને બંને મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને પછી ભાગી ગયો હતો. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની જ્યારે ખેલાડીઓ તેમની હોટલથી કેફે તરફ ચાલી રહી હતી. તેમણે તરત જ તેમની ટીમના સુરક્ષા અધિકારીને મેસેજ મોકલીને લોકેશન શેર કર્યું. સુરક્ષા અધિકારી ડેની સિમોન્સે કહ્યું, "ખેલાડીઓએ રડતા રડતા ફોન પર જણાવ્યું કે શું બન્યું. અમે તાત્કાલિક કાર મોકલીને તેમને હોટેલ પાછા લાવ્યા."
ADVERTISEMENT
MP | Indore Police have arrested the accused, Aqueel, in connection with the alleged molestation of two members of the Australian women's cricket team on 23rd October
— Omkara (@OmkaraRoots) October 25, 2025
This is Aqeeel Khan, man who molested two Australian women cricketers in Indore. pic.twitter.com/SuZuZnUjNk
ADVERTISEMENT
રસ્તા પર નજીક ઉભેલા એક વ્યક્તિએ આરોપીની બાઇકનો નંબર નોંધી લીધો, જેના આધારે પોલીસે CCTV ફૂટેજમાંથી તેની ઓળખ કરી લીધી. પોલીસે શુક્રવારે સાંજે આરોપી અકીલની ધરપકડ કરી લીધી.
#WATCH | Bhopal | On alleged molestation of two Australian women cricketers in Indore, Madhya Pradesh Minister Krishna Gaur, says, "This is a shameful and condemnable incident. Such incidents result in strict action by the Madhya Pradesh government under its Zero Tolerance… pic.twitter.com/90QGjUtitb
— ANI (@ANI) October 25, 2025
ADVERTISEMENT
ઘટના બાદ વિપક્ષી પાર્ટીઓએ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, "ઇન્દોર તેના આતિથ્ય માટે જાણીતું છે, પરંતુ આ ઘટના કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે. મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ." કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "આ અત્યંત શરમજનક છે. મહિલાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. સરકારે કડક અને ઝડપી સજા સુનિશ્ચિત કરવી જોઈએ."
ADVERTISEMENT
#WATCH | Kolkata, West Bengal: On alleged molestation of two Australian women cricketers in Indore, TMC leader Kunal Ghosh says, "...This is deeply shameful... The Australian cricket players coming to India to participate in the World Cup have faced a disgraceful situation.… pic.twitter.com/d2hJ6oSUbw
— ANI (@ANI) October 25, 2025
TMCના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું, "ભાજપ શાસિત ઇન્દોરમાં આઇસીસી ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશી મહિલા ખેલાડીઓ સાથે છેડતી થઈ, આ દેશની પ્રતિષ્ઠા પર ડાઘ છે." ટીએમસીના પ્રવક્તા સુદીપે કહ્યું, "આ બેટી બચાવોનો સાચો ચહેરો છે. ભાજપે પહેલા પોતાની અંદર જોવું જોઈએ."
ADVERTISEMENT

ADVERTISEMENT
મધ્યપ્રદેશના મંત્રી કૃષ્ણા ગૌરે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે આ મામલાનું રાજકારણ કરી રહી છે. તેમણે કહ્યું, "આ શરમજનક ઘટના છે, પરંતુ અમારી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી." કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આરોપીને સૌથી કડક સજા આપવામાં આવશે. શર્માએ કહ્યું, "દીકરી ઓસ્ટ્રેલિયાની હોય કે ઇંગ્લેન્ડની, તેની સુરક્ષા અમારી જવાબદારી છે. આરોપીએ ઇન્દોરની છબી ખરાબ કરવાનું કાવતરું કર્યું છે."
આ પણ વાંચો: Cyclone: વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? ‘Montha’ નામ કોણે રાખ્યું?
ઇન્દોર ક્રિકેટ એસોસિએશન (MPCA)ના અધ્યક્ષ મહાનારાયણ સિંધિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, "આ અત્યંત દુઃખદ અને શરમજનક છે. એક વ્યક્તિના કૃત્યથી આખા શહેરની ગરિમા ખરડાઈ છે. આ રમતગમત અને સમાજ બંને માટે પીડાદાયક છે."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.