બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Cyclone: વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? ‘Montha’ નામ કોણે રાખ્યું?

જાણવા જેવું / Cyclone: વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે? ‘Montha’ નામ કોણે રાખ્યું?

Published By: Vidhata Gothi

Last Updated: 08:36 AM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Montha: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત Montha પહેલા ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જે 27 ઓક્ટોબરે જમીન પર ત્રાટકશે તેવી અપેક્ષા છે. ચાલો જાણીએ વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે?

Cyclone Montha IMD Alert: બંગાળની ખાડીમાં બની રહેલો લો પ્રેશર એરિયા પહેલા 56 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઊંડા ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને પછી 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેન્નઈ, તિરુવલ્લુર અને રાનીપેટ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. આ વાવાઝોડાને કારણે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ વાવાઝોડાને Montha નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડાને મોંથા (Montha) નામ થાઇલેન્ડે આપ્યું છે. થાઇલેન્ડમાં આનો અર્થ થાય છે સુગંધિત ફૂલ. ચાલો જાણીએ વાવાઝોડાના નામ કેવી રીતે રાખવામાં આવે છે?

કેવી રીતે આપવામાં આવે છે વાવાઝોડાને નામ?

વિશ્વ હવામાન સંગઠન અનુસાર, હવામાન આગાહી કરનારાઓ મૂંઝવણ ટાળવા માટે દરેક ઉષ્ણકટિબંધીય ચક્રવાતને એક નામ આપે છે. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના નામ પ્રાદેશિક નિયમો અનુસાર રાખવામાં આવે છે. હિંદ મહાસાગર ક્ષેત્ર માટે, વાવાઝોડાના નામકરણ માટે વર્ષ 2004માં એક સૂત્ર પર સંમતિ સધાઈ હતી. આ પ્રદેશના 13 દેશોએ નામોનો એક સેટ આપ્યો, જે ચક્રવાતી તોફાન આવ્યા પછી એક એક-પછી-એક આપવામાં આવે છે. ચક્રવાતો માટે નામ પસંદ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે નામ યાદ રાખવામાં સરળ હોય, તેનું ઉચ્ચારણ પણ સરળ હોય અને તે અપમાનજનક કે વિવાદાસ્પદ ન હોય. આ નામો વિવિધ ભાષાઓમાંથી પણ પસંદ કરવામાં આવે છે જેથી વિવિધ પ્રદેશોમાં રહેતા લોકો તેમનાથી પરિચિત હોય.

vtv app promotion

Cyclone Montha: મોંથા નામ કેવી રીતે રાખવામાં આવ્યું?

ચક્રવાતના નામોની વર્તમાન યાદી 2020માં તૈયાર કરવામાં આવી હતી, જેમાં દરેક સભ્ય રાજ્યના 13 નામોનું યોગદાન આપે છે. આ નામોનો ઉપયોગ રોટેશનમાં કરવામાં આવે છે. કોઈ પણ નામનો ઉપયોગ ફરીથી થતો નથી, એટલે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરેક ચક્રવાત અલગ-અલગ નામથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે, 'ફેંગલ' નામ સાઉદી અરેબિયાએ આપ્યું હતું. પછીના વાવાઝોડાનું નામ 'શક્તિ' શ્રીલંકાએ આપ્યું હતું. આ પછી હવે જે વાવાઝોડું આવી રહ્યું છે, તેનું નામ મોંથા થાઇલેન્ડે આપ્યું છે.

આ પણ વાંચો: 110 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ! આ રાજ્યોમાં એલર્ટ

ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામ કોણ રાખે છે?

ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાના નામ વિશ્વ હવામાન સંગઠન (WMO)ના સભ્ય દેશો અને એશિયા અને પેસિફિક ક્ષેત્ર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (UNESCAP) પેનલ દ્વારા રાખવામાં આવે છે. સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન સામેલ છે. દરેક સભ્ય દેશ સંભવિત નામોનું એક લિસ્ટ આપે છે, જેનો ઉપયોગ જ્યારે પ્રદેશમાં ચક્રવાત બને છે ત્યારે ક્રમિક રીતે કરવામાં આવે છે. આ સિસ્ટમ 2004થી અમલમાં છે જેથી વાવાઝોડાની સરળતાથી ઓળખ થઈ શકે અને આને લઈને કોઈ પણ કોમ્યુનિકેશન સારી રીતે થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Montha Process of Naming Cyclone Weather News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ