બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલાના બીજા જ દિવસે સેનાને મળી હતી ખુલ્લી છૂટ, આર્મી ચીફે જણાવી પૂરી કહાની

ઓપરેશન સિંદૂર / પહેલગામ હુમલાના બીજા જ દિવસે સેનાને મળી હતી ખુલ્લી છૂટ, આર્મી ચીફે જણાવી પૂરી કહાની

Published By: Vidhata Gothi

Last Updated: 12:43 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor: ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી સચોટ અને સફળ જવાબી કાર્યવાહી માનવામાં આવી રહ્યું છે. આર્મી ચીફના જણાવ્યા પ્રમાણે, સ્પષ્ટ રાજનીતિક સમર્થ અને ત્રણેય સેનાના સંયુક્ત પ્લાનિંગથી આ ઓપરેશન શક્ય બન્યું.

Operation Sindoor: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી વિશે વિગતવાર જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પહેલગામ હુમલાના બીજા જ દિવસે સશસ્ત્ર દળોને 'ફ્રી હેન્ડ' આપી દેવામાં આવ્યો હતો, જેથી તેઓ પોતાની રણનીતિ અને વિવેક પ્રમાણે કાર્યવાહી કરી શકે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે 23 એપ્રિલે થયેલી બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - "હવે બહુ થઈ ગયું."

આ બેઠકમાં ત્રણેય સેનાના ચીફ અને હાજર હતા અને સંમતિ સધાઈ કે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે,"અમે પહેલીવાર આ પ્રકારનો રાજનીતિક આત્મવિશ્વાસ, સ્પષ્ટતા અને દિશા જોઈએ, જેને અમારા કમાન્ડરોનું મનોબળ વધાર્યું."

25 એપ્રિલના રોજ આર્મી ચીફે નોર્થ કમાન્ડની વિઝિટ કરી, જ્યાં વિસ્તૃત યોજના પર કામ થયું. નવમાંથી સાત મુખ્ય આતંકી ઠેકાણાઓને પ્રાથમિકતા આપવામાં આવી. ટાર્ગેટ હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરવાના છે. આ સાતેય ટાર્ગેટને ચોકસાઈથી નષ્ટ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા.

પહેલગામ આતંકી હુમલા પછી સેનાની વડાપ્રધાન મોદી સાથે પહેલી બેઠક 29 એપ્રિલે થઈ હતી. જનરલ દ્વિવેદીએ કહ્યું, "ઓપરેશન સિંદૂર માત્ર એક નામ ન હતું, પરંતુ આખા રાષ્ટ્રને જોડતું અભિયાન હતું. આ જ કારણ હતું લોકો પૂછી રહ્યા હતા - તમે કેમ રોક્યું? અને આ સવાલનો આખો જવાબ આપવામાં આવ્યો."

Vtv App Promotion 1

હુમલાના પંદર દિવસ પછી 7 મેએ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. એર ચીફ માર્શલ અમરપ્રીતના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેશનમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ્સ અને એક મોટું એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW\&C) તોડી પાડવામાં આવ્યું. 100થી વધુ આતંકીઓને પાકિસ્તાન અને PoKમાં ઠાર કરી દેવામાં આવ્યા.

આ પણ વાંચો: 'શતરંજ જેવો ખેલ' આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પહેલી વાર કહ્યો ઓપરેશન સિંદૂરનો પ્લાન

ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી સચોટ અને સફળ જવાબી કાર્યવાહી માનવામાં આવી રહ્યું છે. આર્મી ચીફના જણાવ્યા પ્રમાણે, સ્પષ્ટ રાજનીતિક સમર્થ અને ત્રણેય સેનાના સંયુક્ત પ્લાનિંગથી આ ઓપરેશન શક્ય બન્યું. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની આતંકીઓ પર કરવામાં આવેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ સચોટ અને ભીષણ કાર્યવાહી કરી હતી, જેમાં કેટલાક આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. પછીથી પાકિસ્તાને નાપાક હરકત કરીને આપણી સૈન્ય ચોકીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, તો તે આપણા એર ડિફેન્સને ભેદી શક્યા નહીં. પરંતુ આપણી મિસાઈલોએ તેમને એ હદ સુધી નુકસાન પહોંચાડી દીધું કે તેમના કેટલાક એરબેઝ આજે પણ ઓપરેશનલ નથી થઈ શક્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Army Chief General Upendra Dwivedi Operation Sindoor Whole Story Operation Sindoor

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ