ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / Video: પાટા પરથી ઉતરીને હવામાં લટક્યા મોનોરેલના ડબ્બા, માંડ-માંડ બચ્યો બેનો જીવ

મુંબઈ / Video: પાટા પરથી ઉતરીને હવામાં લટક્યા મોનોરેલના ડબ્બા, માંડ-માંડ બચ્યો બેનો જીવ

Published By: Vidhata Gothi

Last Updated: 02:26 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Monorail Tilts during Test Run: મુંબઈમાં એક મોનોરેલ ટ્રેન પરીક્ષણ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ટ્રેનમાં માત્ર ડ્રાઇવર અને એન્જિનિયર હતા. જેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.

ADVERTISEMENT

મુંબઈના વડાલા ડેપોમાં એક મોનોરેલ ટ્રેન પરીક્ષણ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. માહિતી પ્રમાણે, પરીક્ષણ દરમિયાન મોનોરેલ પાટા પરથી ઉતરી ગઈ અને તેનો આગળનો થોડો ભાગ હવામાં ઊંચો થઈ ગયો. આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કોઈ અહેવાલ નથી. ઘટના બની ત્યારે મોનોરેલનું ટેસ્ટિંગ થઈ રહ્યું હતું અને ટ્રેનમાં કોઈ મુસાફરો ન હતા, જેના લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ. ટ્રેનમાં માત્ર ડ્રાઇવર અને એન્જિનિયર હતા. તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે વડાલા ડેપો સ્ટેશન પાસે ટ્રાયલ રન દરમિયાન મુંબઈના નવા મોનોરેલ રેકને નુકસાન થઈ ગયું. તેમણે જણાવ્યું કે ટ્રેનમાં કોઈ મુસાફરો ન હતા. આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કોઈ અહેવાલ નથી. ઘટના સમયે મોનોરેલનું ટેસ્ટિંગ થઈ રહ્યું હતું અને તેથી, તેમ કોઈ મુસાફરો સવાર ન હતા.

સવારે 9 વાગ્યે ઘટના

આ અકસ્માત સવારે 9 વાગ્યે બન્યો હોવાનું જાણવા મળે છે. ફાયર અધિકારીએ જણાવ્યું કે બે ક્રૂ સભ્યોને મોનોરેલમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટો અને વીડિયોમાં ટ્રેનનો પહેલો કોચ હવામાં ઊંચો થયેલો જોવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના બની ત્યારે ટ્રેન સિગ્નલિંગ પરીક્ષણ હેઠળ હતી અને તેને થોડું નુકસાન થયું. આ ઘટનામાં ટ્રેનના અલાઇન્મેન્ટને નુકસાન થયું.

vtv app promotion

અધિકારીઓએ પહેલા જણાવ્યું હતું કે વારંવાર થતી ટેકનિકલ સમસ્યાઓને કારણે સિસ્ટમ અપગ્રેડ કાર્ય માટે મુંબઈમાં મોનોરેલ પેસેન્જર સેવાઓ 20 સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોનોરેલ સ્ટાફ ઘટનાસ્થળે હાજર હતો.

આ પણ વાંચો: કાર્તિક પૂર્ણિમા બન્યો કાળો દિવસ, રેલવે ટ્રેક પાર કરતાં 4 શ્રદ્ધાળુઓ કપાયા, દર્દનાક દુર્ઘટના

મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ તાજેતરના દિવસોમાં ઘણી વખત મોનોરેલ સેવાઓને અસર કરતી ટેકનિકલ ખામીઓની વિગતવાર તપાસ કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેમાં 15 સપ્ટેમ્બર અને 19 ઓગસ્ટના રોજ થયેલા વિક્ષેપો પણ સામેલ છે, જ્યારે સેંકડો મુસાફરો બે મોનોરેલ ટ્રેનોમાં અલગ અલગ સ્થળોએ ફસાઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monorail Tilts during Test Run Monorail Video Mumbai

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ