બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કાર્તિક પૂર્ણિમા બન્યો કાળો દિવસ, રેલવે ટ્રેક પાર કરતાં 4 શ્રદ્ધાળુઓ કપાયા, દર્દનાક દુર્ઘટના

દુખદ / કાર્તિક પૂર્ણિમા બન્યો કાળો દિવસ, રેલવે ટ્રેક પાર કરતાં 4 શ્રદ્ધાળુઓ કપાયા, દર્દનાક દુર્ઘટના

Nidhi Panchal

Last Updated: 11:05 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુનાર રેલ્વે સ્ટેશન પર આજે સવારે એવું કંઈ બન્યું કે આખા મિર્ઝાપુરમાં હલચલ મચી ગઈ. કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે આનંદ માટે નીકળેલા લોકો માટે આ દિવસ દુઃખદ બની ગયો.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કાલકા-હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 4 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ બધા લોકો કાર્તિક પૂર્ણિમા સ્નાન માટે આવ્યા હતા. તેઓ ટ્રેનમાંથી ઉતરતી વખતે ખોટી દિશામાં પ્લેટફોર્મ તરફ જતા અકસ્માતનો ભોગ બન્યા હતા.

train

ઘટના સવારે લગભગ 6 વાગ્યાના આસપાસ બની હતી, જ્યારે ટ્રેન હાવડાની દિશામાં જતી હતી. અચાનક મુસાફરો ખોટી બાજુએ ઉતર્યા અને એ સમયે ટ્રેક પર અન્ય ટ્રેન આવી ગઈ, જેના કારણે ભયાનક ટક્કર થઈ. સ્થળ પર તરત જ ચીસો અને અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો.

રેલવે અધિકારીઓ ઘટના સ્થળે

ઘટના બાદ રેલવે અધિકારીઓ, સ્થાનિક પોલીસ, અને રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

vtv app promotion

રેલવે વહીવટીતંત્રે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સ્ટેશન પરિસરમાં ભારે ભીડ અને તણાવનું વાતાવરણ જોવા મળ્યું છે. અનેક મુસાફરો હજુ પણ ભયભીત છે અને ટ્રેનોમાં અવરજવર માટે ડર અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : મોટા ખેલાડીની ગોળી મારીને હત્યા કરાતાં ખેલ જગતમાં સનસનાટી, ધ્રૂજી ઉઠ્યો દેશ, ચારે તરફ ચર્ચા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર ગહિર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક તપાસ શરૂ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે મૃતકોના પરિવારોને મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. સ્થાનિક લોકોએ આ દુર્ઘટનાને રેલ્વેની બેદરકારી ગણાવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે. ચુનાર સ્ટેશન પર હવે સુરક્ષાને લઈને ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalka-Howrah Express Chunar railway station Mirzapur accident
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ