ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોટા ખેલાડીની ગોળી મારીને હત્યા કરાતાં ખેલ જગતમાં સનસનાટી, ધ્રૂજી ઉઠ્યો દેશ, ચારે તરફ ચર્ચા

પંજાબ / મોટા ખેલાડીની ગોળી મારીને હત્યા કરાતાં ખેલ જગતમાં સનસનાટી, ધ્રૂજી ઉઠ્યો દેશ, ચારે તરફ ચર્ચા

Published By: Hiralal Parmar

Last Updated: 08:56 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના લુધિયાણામાં એક કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં દેશ કંપી ઉઠ્યો હતો.

ADVERTISEMENT

પંજાબમાં ગુનાખોરી વકરી રહી છે. હવે ગુનાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. 23 વર્ષીય કબ્બડી પ્લેયર ગુરિન્દર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સનસનાટી મચી હતી. અજાણ્યા હુમલાખોરોએ માનકી ગામમાં બે યુવાનો પર ગોળીબાર કર્યો, જેમાં એકનું મોત થયું અને બીજાને ઈજા થઈ હતી.

મેડિકલ સ્ટોર પાસે થયું ફાયરિંગ

ઘટના સમયે, ગુરવિંદર તેના મિત્રો ધરમવીર અને લવપ્રીત સિંહ સાથે ગામમાં એક મેડિકલ સ્ટોર પાસે એક સમુદાય કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. હુમલાખોરો અચાનક દેખાયા અને ચેતવણી આપ્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો. માહિતી મળતાં સમરાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

31 ઓક્ટોબરના રોજ પણ ખેલાડીની હત્યા

ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરના રોજ, લુધિયાણાના જગરાવમાં કબડ્ડી ખેલાડી તેજપાલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે, જગરાવમાં પાંચ કે છ માણસોના જૂથે તેજપાલ સિંહને માર માર્યો અને પછી તેને ધોળા દિવસે ગોળી મારી દીધી. મૃતકના પરિવારે હુમલાખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેજપાલની હત્યાના સંબંધમાં પોલીસે રવિવારે બે લોકોની ધરપકડ કરી હતી.

વધુ વાંચો : VIDEO : વૈભવી વૈશ્યાલય! હાઈ-ફાઈ ચેમ્બરમાં રુપાળી છોકરીઓ ગ્રાહકોની 'રાતો રંગીન' કરતી દેખાઈ, વીડિયો વાયરલ

પંજાબમાં વકરી ગુનાખોરી

ઉલ્લેખીય છે કે પંજાબમાં ગુનાખોરી વકરી છે અહીં છાસવારે ગેંગવાર થઈ રહ્યાં છે. તે ઉપરાંત રાજ્યમાં લોરેન્સ બિશ્વોઈની પણ ગેંગ પણ સક્રિય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

punjab news punjab

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ