બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 2 રાજ્યો, 12ના મોત, ગંભીર બીમારી, ખબર નહીં સિરપ હજુ કેટલાના જીવ લેશે?

ગંભીર / 2 રાજ્યો, 12ના મોત, ગંભીર બીમારી, ખબર નહીં સિરપ હજુ કેટલાના જીવ લેશે?

Vidhata Gothi

Last Updated: 03:25 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કિડની ફેલ થવાથી અત્યાર સુધીમાં 12 માસૂમના મોત થઈ ગયા છે. આ બાળકોના મોતનું કારણ એક કફ સિરપ હોવાનું જણાવાઈ રહ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુઆંક વધી ગયો છે. છેલ્લા 25 દિવસમાં કુલ 12 બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ બાળકોના મૃત્યુનું કારણ કફ સિરપમાંથી મળેલું ઝેરી કેમિકલ હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે મૃત્યુ પામેલા તમામ બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના છે.

અહેવાલો પ્રમાણે, પહેલા બાળકોને સામાન્ય તાવ અને શરદીની ફરિયાદ હતી. ત્યારબાદ સ્થાનિક ડોકટરોએ કફ સિરપ લખી આપી. તેનાથી તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો, પરંતુ થોડા દિવસોમાં, તેમના પેશાબનું પ્રમાણ ઘટ્યું અને પછી અચાનક કિડની ફેલ થવા લાગી. શરૂઆતમાં, છ બાળકોના મૃત્યુ થયા, અને આ પછી મોતનો આંકડો વધતો રહ્યો. આ સમાચારથી સમગ્ર પ્રદેશમાં ચિંતા ફેલાઈ ગઈ છે. છિંદવાડા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. મધ્યપ્રદેશ ઉપરાંત, રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં પણ કફ સિરપથી ત્રણ બાળકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે.

પહેલો કેસ 7 સપ્ટેમ્બરના રોજ સામે આવ્યો હતો જ્યારે 5 વર્ષના અદનાન ખાનને ખૂબ તાવ અને ઉલટીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની હાલત વધુ ખરાબ થતાં, તેને નાગપુર રેફર કરવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ જણાવ્યું કે તેની કિડની ફેલ થઈ ચુકી છે. આ પછી, નવા કેસ સામે આવતા રહ્યા, અને અત્યાર સુધીમાં નવ બાળકોના મોત થઈ ચુક્યા છે. વહીવટીતંત્રે પ્રારંભિક તપાસ માટે પાણી અને ઉંદરના નમૂના લીધા હતા, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યા. તેવી જ રીતે, રાજસ્થાનમાં ત્રણ બાળકોના મૃત્યુ થયા છે, જેનાથી બંને રાજ્યોમાં કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે.

Dextromethorphan ન કરો ઉપયોગ

સીકરમાં એક બાળકને ખાંસીની પ્રતિબંધિત દવા લખી આપવા પર કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ડૉક્ટર અને ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગે સમગ્ર મામલા અંગે એક એડવાઇઝરી જારી કરી છે. એડવાઇઝરીમાં ડૉક્ટરોને બાળક દર્દીઓની ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાંસી માટે Dextromethorphan સોલ્ટવાળી સિરપનો ઉપયોગ ન કરો. ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ દવા ન આપો. ઉધરસનું કારણ ઓળખો અને યોગ્ય સારવાર કરો. Dextromethorphan આપતી વખતે, પરિવારને આડઅસરો અને સલામત માત્રા વિશે જાણ કરો. જો કોઈ બાળકને Dextromethorphanથી આડઅસરો થાય છે, તો તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિરેક્ટોરેટને જાણ કરો.

1 લાખ 33 હજાર દર્દીઓને આપવામાં આવી આ દવા

28 સપ્ટેમ્બરના રોજ Dextromethorphan દવા અંગે ફરિયાદ બાદ, વિભાગે સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના પણ કરી છે. આ સમિતિમાં RMSCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ક્વોલિટી કંટ્રોલ), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (લોજિસ્ટિક્સ) અને મુખ્યમંત્રી મફત દવા યોજનાના નોડલ ઓફિસરને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ આપશે. કહેવાઈ રહ્યું છે કે ખાંસીની આ દવા અત્યાર સુધીમાં 133,000 થી વધુ દર્દીઓને વિતરિત કરવામાં આવી છે. જોકે, 28 સપ્ટેમ્બર પહેલા કોઈ ફરિયાદ મળી ન હતી.

vtv app promotion

Coldrif અને Nextro-DS સિરપ પર પ્રતિબંધ

અગાઉ, મધ્યપ્રદેશમાં બે કફ સિરપ પર શંકા વ્યક્ત કરાઈ હતી. જે પછી કલેક્ટર શીલેન્દ્ર સિંહે, ડોકટરોની સલાહ પર, Coldrif અને Nextro-DS સિરપ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો. મેડિકલ સ્ટોર્સને નિર્દેશ આપ્યો કે બાળકોને ફક્ત સાદી સીરપ જ આપવામાં આવે. પારસિયા વિસ્તારમાં દૂષિત પાણી પુરવઠા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે નળમાંથી પીળું અને ગંદુ પાણી આવી રહ્યું છે, આ બાબતે તેમણે ઘણી વખત ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશથી લઇને ગુજરાત સુધી..., વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રાજ્યોમાં લાવશે ધમાકેદાર વરસાદ

'કફ સિરપમાંથી મળ્યું ડાયથિલિન ગ્લાયકોલ મળી આવ્યું'

છિંદવાડા મેડિકલ કોલેજના બાળરોગ ચિકિત્સક ડો. પવન નંદુલકરે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા ઘણા બાળકોની કિડની બાયોપ્સી કરવામાં આવી હતી. ચોંકાવનારો ખુલાસો એ થયો કે કફ સિરપનો એક ઘટક, ડાયથિલિન ગ્લાયકોલ દૂષિત હોવાનું જાણવા મળ્યું હતું. આ સિરપ આ બાળકોને આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમની કિડની ફેલ થઈ ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kidney Failure Dextromethorphan Poisonous Cough Syrup
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ