બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આંધ્રપ્રદેશથી લઇને ગુજરાત સુધી..., વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રાજ્યોમાં લાવશે ધમાકેદાર વરસાદ
Last Updated: 02:22 PM, 3 October 2025
દેશના હવામાનમાં અચાનક પલટો આવી રહ્યો છે. ચોમાસાની ઋતુ ખતમ થઈ ગઈ હોવા છતાં કેટલાય રાજ્યોમાં વરસાદ હજુ ચાલુ જ છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે મજબૂત લો-પ્રેશર એરિયા બન્યા છે, જેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ભારતમાં કચ્છના અખાત અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર એરિયા સક્રિય છે, જે વધુ મજબૂત બની શકે છે અને થોડા કલાકોમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
ADVERTISEMENT
The Deep #Depression over northeast #Arabian #Sea moved northwestwards with a speed of 12 kmph during last 6 hours and lay centered at 0830 hrs IST of today, the 3rd October, 2025 over the same region near latitude 21.5N and longitude 67.0E, about 240 km wests-outhwest of Dwarka pic.twitter.com/AnUrxGEm2I
— India Meteorological Department (@Indiametdept) October 3, 2025
દરમિયાન, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર એરિયા વધુ મજબૂત બન્યું છે. તેની આસપાસ 55-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સિસ્ટમ ટૂંક સમયમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે, જે 5 ઓક્ટોબરે ઉત્તર રાજસ્થાન અને પંજાબ પહોંચશે. આ ત્રણ સિસ્ટમ્સ (બે લો પ્રેશર અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ને લીધે 10 ઓક્ટોબર સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે.
ADVERTISEMENT
Today, Very heavy rainfall at isolated places very likely over the meteorological sub-divisions of Odisha, Chhattisgarh, East Madhya Pradesh, Bihar, East Uttar Pradesh, West Bengal & Sikkim and Heavy rainfall over coastal Andhra Pradesh, pic.twitter.com/rthJZTx2VS
— India Meteorological Department (@Indiametdept) October 3, 2025
ADVERTISEMENT
ચોમાસું ખતમ થયા પછી પણ દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે દેશભરના 13 રાજ્યોમાં ભારે પવન, ગાઢ વાદળો અને ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં વરસાદ અને પ્રતિકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: 11 લોકો નદીમાં ડૂબ્યા, 3ના મોત, MP બાદ હવે UPમાં દુર્ગા વિસર્જન દરમ્યાન ઘટી દુર્ઘટના
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન પ્રવૃત્તિઓને કારણે, દેશમાંથી ચોમાસાની વિદાયમાં વિલંબ થશે. એવા વિસ્તારોમાં પણ વરસાદ પડશે જ્યાં ચોમાસુ પહેલાથી જ વિદાય લઈ ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.