બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 4 આતંકવાદીઓ ઘેરી લેવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીર / રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 4 આતંકવાદીઓ ઘેરી લેવામાં આવ્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 06:52 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના કોટરંકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિર ગાલાની ઉપરના ઢેરી ખાટુની વિસ્તારમાં બની હતી.

Rajouri Terror Attack: કોટરંકા પોલીસ સ્ટેશનના હદક્ષેત્રમાં આવેલા મંદિર ગાલા ઉપરના ઢેરી ખાટુની વિસ્તારમાં આઘાતજનક ગોળીબાર થયો. ગઈકાલે સાંજે લગભગ 7:20 વાગ્યે (19:20 કલાકે) 10 થી 15 રાઉન્ડ ગોળીબારનો અવાજ સાંભળાયો. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમા ભયનો માહોલ ફેલાઈ ગયો અને વિસ્તારની સલામતી માટે વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા. પોલીસ એ આ મામલાની તપાસ શરૂ કરી છે.

અહેવાલો અનુસાર સાંજે 7:20 વાગ્યાની આસપાસ વિસ્તારમાં 10 થી 15 રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. એવું કહેવાય છે કે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની એક ટીમ પર ગોળીબાર કર્યો હતો, જે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગોળીબારના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને વધારાના સુરક્ષા દળો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વિસ્તારમાં પહેલાથી જ તૈનાત 43 RR (રાજપુતાના રાઇફલ્સ) ની ટુકડીએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે શોધખોળ અભિયાન ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

વધુ વાંચો: PM મોદી આજે નવી મુંબઈ એરપોર્ટ અને અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

Vtv App Promotion 2

અહેવાલો અનુસાર આ વિસ્તારમાં ચાર આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા છે. ભારે હિમવર્ષા અને લપસણી ભૂપ્રદેશને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે, પરંતુ ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે. લશ્કરી ડ્રોન અને થર્મલ ઇમેજિંગ ઉપકરણોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ચોક્કસ સ્થાનને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Army Jammu and Kashmir Police Rajouri Terror Attack

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ