બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શ્રીનગરમાં સેનાનું ઓપરેશન મહાદેવ, પહેલગામ હુમલાના ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હોવાની શક્યતા

ઓપરેશન મહાદેવ / શ્રીનગરમાં સેનાનું ઓપરેશન મહાદેવ, પહેલગામ હુમલાના ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હોવાની શક્યતા

Vidhata Gothi

Last Updated: 01:44 PM, 28 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ હેઠળ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની હાજરીની શંકા હતી. સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી. સોમવારે સુરક્ષા દળોની ટીમ અહીંના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, જ્યાં TRFના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ વિસ્તાર શ્રીનગરની બહારનો છે, જ્યાં જંગલોમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું અને બધા આતંકીઓ ઠાર મરાયા.

સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બહારના વિસ્તારમાં આવેલા દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા. ઓપરેશન મહાદેવ હેઠળ અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, આ એ જ આતંકવાદીઓ હોઈ શકે છે જે પહેલગામ હુમલામાં સામેલ હતા.

જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની ટીમ દાચીગામ ફોરેસ્ટના ઉપરના ભાગમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ વિસ્તાર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે અને પર્વતીય માર્ગ પરથી પસાર થાય છે. ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબારના અવાજો સંભળાયા, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકવાદી જૂથ TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) ના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. ખાસ કરીને દાચીગામ નેશનલ પાર્કને TRF આતંકવાદીઓનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. આ એ જ જૂથ છે જેને પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

Vtv App Promotion 2

દાચીગામના જંગલોમાં આતંકવાદી ઠેકાણા નષ્ટ

જાન્યુઆરીની શરૂઆતમાં, દાચીગામના ગાઢ જંગલોમાં TRFના એક ઠેકાણાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તે કાર્યવાહી દરમિયાન પણ સુરક્ષા દળોને ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: 'જ્યારે પાકિસ્તાને ભારત દ્વારા ખેંચાયેલી લાલ રેખા...', સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા પૂર્વે રિજિજૂએ જુઓ શું કહ્યું

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો

આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સોમવારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો હાજર છે. સ્થાનિક વહીવટીતંત્રે સામાન્ય નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે અને કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી શાંતિ જાળવવા જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack Operation Mahadev Jammu-Kashmir
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ