બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:09 AM, 9 December 2025
GurgaonThar Accident Viral Video: ગુરુગ્રામ-સોહના હાઇવે પર ઘામડોજ ટોલ પ્લાઝા પાસે એક થારે એક કારને ટક્કર મારી. થારે પાછળથી કારને એટલી જોરથી ટક્કર મારી કે તે કાર પલટી ખાઈ ગઈ અને ક્યાંક સુધી ખેંચાઈને ગઈ હતી. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતમાં ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટક્કર મારીને થાર ડ્રાઈવર U Turn મારીને નાસી છૂટયો હતો પણ ગુરુગ્રામ પોલીસે કારને ટક્કર મારવા અને પલટી નાખવાના આરોપમાં થાર ડ્રાઇવરની ધરપકડ કરી છે. થાર કબજે કરવામાં આવી છે.
ADVERTISEMENT
2 ડિસેમ્બરના રોજ એક વ્યક્તિએ ભોંડસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જ્યારે તે ઘામડોજ ટોલ પ્લાઝા પાસે આવી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી એક ઝડપી થારે તેની કારને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર પલટી ગઈ અને લાંબા અંતર સુધી ફરતી રહી. આવું દ્રશ્ય ફિલ્મોમાં જોવા મળે છે.
गुरुग्राम-सोहना हाईवे पर घामडौज टोल प्लाजा के पास एक थार ने साइड से एक कार को ऐसी टक्कर मारी की वह पलट कर घिसटती चली गई। गुरुग्राम पुलिस ने थार चालक को गिरफ्तार कर लिया है। हादसे का वीडियो वायरल हो रहा है।
— My Vadodara (@MyVadodara) December 8, 2025
Thar!pic.twitter.com/BSiZhsKng2
ADVERTISEMENT
ટોલ પર લગાવેલા સીસીટીવી કેમેરાથી બચવા માટે, થાર ડ્રાઇવરે વાહન પાછું ફેરવ્યું અને સોહના તરફ ગયો. વાયરલ વીડિયોમાં દેખાય છે કે થાર અચાનક વ્યસ્ત રસ્તા પર વળે છે, જેના કારણે અંધાધૂંધી સર્જાય છે. એક રાહદારી ડરથી પાછળ હટી જાય છે. કારને ટક્કર મારનાર વ્યક્તિ થાર લઈને ભાગી જાય છે. ઘટના બાદ, પોલીસે કેસ નોંધ્યો અને થાર ડ્રાઇવરની શોધ શરૂ કરી.
ADVERTISEMENT

ગુરુગ્રામ-સોહના હાઇવે પરથી સીસીટીવી ફૂટેજની તપાસ કરીને, પોલીસે થારની લાઇસન્સ પ્લેટ વિશે માહિતી મેળવી. ત્યારબાદ, ગુરુગ્રામ પોલીસે થારના માલિકને શોધી કાઢ્યો. અલીપુર ગામના રહેવાસી 39 વર્ષીય ભરતને ગુરુગ્રામ પોલીસે અલીપુર ગામથી ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે તે પ્રોપર્ટી ડીલર છે અને ગુરુગ્રામ તરફ જઈ રહ્યો હતો. ઘામડોજ ટોલ પર તેની થાર કાર સાથે અથડાઈ હતી અને થારની સ્પીડ એટલી વધારે હતી કે જેના લીધે ટક્કર વાગવાને લીધે કાર પલટી ખાઈ ગઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.