બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતને ટેરિફનો વધુ એક ઝટકો! અમેરિકન ખેડૂતોની ફરિયાદ પર ટ્રમ્પ ભારતીય ચોખા પર નવા ટેરિફની તૈયારીમાં !

ટ્રમ્પ ટેરિફ / ભારતને ટેરિફનો વધુ એક ઝટકો! અમેરિકન ખેડૂતોની ફરિયાદ પર ટ્રમ્પ ભારતીય ચોખા પર નવા ટેરિફની તૈયારીમાં !

Priyankka Triveddi

Last Updated: 07:04 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump Tariffs: યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ખેડૂતો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે પણ સાથે ભારત પર આ કારણોસર નવો ટેરિફ લગાવવનો પણ સંકેત આપ્યો છે.

Donald Trump Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારતને ટેરિફનો માર આપી શકે છે. કારણ કે તેઓ ભારતીય ચોખાની નિકાસ પર નવા ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભારતીય ચોખા પર ટેરિફ લાદવા માંગે છે કારણ કે અમેરિકન ખેડૂતો ભારત પાસેથી ચોખા ખરીદીને નુકસાન સહન કરી રહ્યા છે. તેમના ચોખા સસ્તા થઈ ગયા છે, જેના પરિણામે તેઓ નફો ગુમાવી રહ્યા છે. તેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે ભારત તેના ચોખા અમેરિકામાં ડમ્પ કરીને નફો કમાઈ રહ્યું છે જ્યારે અમેરિકન ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે.

અમેરિકન ખેડૂતોની ફરિયાદ બાદ ટ્રમ્પનો કડક સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ આયાત, ખાસ કરીને ભારતીય ચોખા અને કેનેડિયન ખાતર પર નવા ટેરિફ લગાડવાનો મજબૂત સંકેત આપ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ગોળમેજી બેઠક દરમિયાન અમેરિકન ખેડૂતોએ સસ્તા વિદેશી માલને ‘ડમ્પિંગ’ ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેડૂતોની આ ફરિયાદ બાદ ટ્રમ્પ ગુસ્સે દેખાયા અને તરત જ તપાસનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે કેટલાક દેશો બહુ ઓછા ભાવે ચોખા અમેરિકામાં મોકલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ઉત્પાદકોને ભારે નુકસાન છે. સાથે જ ટ્રમ્પે અસરગ્રસ્ત ખેડૂતો માટે 12 બિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત પણ કરી.

donlad-trump

બેઠક દરમિયાન ટ્રમ્પે નાણામંત્રી સ્કોટ બેસન્ટને સવાલ કર્યો કે ભારત અમેરિકામાં ચોખું કેવી રીતે નિકાસ કરે છે? શું ભારત ટેરિફ ચૂકવે છે કે તેને કોઈ છૂટછાટ મળી છે? બેસન્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ છૂટ નથી, પરંતુ અમેરિકા–ભારત વેપાર કરાર પર હજી કામ ચાલી રહ્યું છે. ટ્રમ્પે તરત જ વલણ કડક બનાવ્યું અને કહ્યું કે “ભારતે ડમ્પિંગ ન કરવું જોઈએ, અને જો કરે છે તો તેમને ચૂકવવું પડશે.” તેમણે સૂચવ્યું કે હવે ભારતમાંથી ચોખા તથા કેનેડાથી ખાતરની આયાત પર વધારાના ટેરિફ પર વિચાર કરવો પડશે.

ભારત, થાઈલેન્ડ, ચીનત્રણે ‘ડમ્પિંગ દેશો’ તરીકે ટાંકાયા

લુઇસિયાના સ્થિત કેનેડી રાઇસ મિલ્સના CEO મેરિલ કેનેડીએ બેઠકમાં કહ્યું કે ટોચના ડમ્પિંગ દેશોમાં ભારત, થાઈલેન્ડ અને ચીનનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે ચીનની ચોખાની નિકાસ સીધી અમેરિકામાં નથી પણ પ્યુઅર્ટો રિકો મારફત થઈ રહી છે, જે દક્ષિણ અમેરિકન ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે. તેમણે ટ્રમ્પને કહ્યું ટેરિફ કામ કરે છે, પરંતુ તેને બમણા કરવાની જરૂર છે.” આ સાંભળીને ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને વધુ કાર્યવાહીનો સંકેત આપ્યો. ટ્રમ્પે તરત જ બેસન્ટને સંબંધિત દેશોને પત્ર લખવા આદેશ આપ્યો.

આ પણ વાંચો: પિતાએ બંને હાથ બાંધીને દીકરીને નહેરમાં ફેંકી દીધી, 68 દિવસ પછી જીવતી મળી, જાણો કેવી રીતે બચ્યો જીવ

vtv app promotion

ચોખા,ખાતર પર નવા ટેરિફની શક્યતા

ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ભારતીય ચોખાનું ડમ્પિંગ અમેરિકન ઉત્પાદકોને મોટા પડકારમાં મુકે છે. સાથે જ તેમણે ભારત, વિયેતનામ, થાઈલેન્ડ અને કેનેડાથી કૃષિ માલની આયાત ચોખાના ભાવને નીચે ધકેલી રહી છે એમ જણાવી સ્થાનિક ઉત્પાદનને બચાવવા ટેરિફની તૈયારી વ્યક્ત કરી. ખેડૂતોએ તો ટ્રમ્પની સૌથી મજબૂત વોટ બેંક છે, તેથી આ નિર્ણય રાજકીય રીતે પણ મહત્વનો છે. નોંધનીય છે કે ઓગસ્ટમાં ટ્રમ્પે ભારતીય માલ પર 50% ટેરિફ લગાવી દીધો હતો. આ દરમિયાન બંને દેશો 10–11 ડિસેમ્બરે નવો દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) આગળ વધારવા મળવા જઈ રહ્યા છે. આવતા દિવસોમાં અમેરિકા–ભારત વેપાર સંબંધો વધુ ચર્ચામાં રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Tariff US Farmers Indian Rice Dumping
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ