બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પિતાએ બંને હાથ બાંધીને દીકરીને નહેરમાં ફેંકી દીધી, 68 દિવસ પછી જીવતી મળી, જાણો કેવી રીતે બચ્યો જીવ

ક્રાઈમ / પિતાએ બંને હાથ બાંધીને દીકરીને નહેરમાં ફેંકી દીધી, 68 દિવસ પછી જીવતી મળી, જાણો કેવી રીતે બચ્યો જીવ

Nirav Kumar

Last Updated: 12:46 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના ફિરોઝપુરમાં પિતાએ તેની દીકરીને બાંધીને નહેરમાં ફેંકી દીધી હતી. હવે તે દીકરી 68 દિવસ બાદ અચાનક સામે આવી છે અને આ ઘટનામાં તેના પિતાનો નહીં પણ માતાનો વાંક હોવાનું જણાવી રહી છે.

પંજાબના ફિરોઝપુરમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં પિતાએ તેની દીકરીને બાંધીને રાત્રે મારવાના ઈરાદે નહેરમાં ફેંકી દીધી હતી. હવે એ દીકરી 68 દિવસ બાદ અચાનક સામે આવી છે. જેમાં તેને કહ્યું છે કે, આ ઘટનામાં તેના પિતાનો નહીં પણ માતાનો વાંક છે.

નહેરમાં ફેંકી દેવાનો વીડિયો આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ત્યારથી જ દીકરીને નહેરમાં શોધી રહી હતી. હવે તે અચાનક મીડિયાની સામે આવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, તે જીવતી કેવી રીતે બચી. દીકરીના જણાવ્યા અનુસાર, તેના હાથ ચૂંદડીથી ઢીલા બંધાયેલા હતા જે ખૂલી ગયા. ત્યાર બાદ તેને નહેરમાં એક સળિયો પકડી લીધો અને બહાર આવી હતી.

દીકરીએ જણાવ્યું હતું કે, મને નહેરમાં ફેંકાવવામાં માતાનો હાથ છે. મેં વાઇરલ વીડિયો જોયો તેમાં માતા રડી રહી હતી પણ એ બધું જૂઠ છે. પિતાને જેલમાંથી બહાર કાઢવા માટે તે કોર્ટમાં જવાનું પણ જણાવી રહી છે.

  • "પિતાનો નહીં પરંતુ માતાનો હાથ"

જીવતી બચેલી છોકરીએ આરોપ લગાવ્યો છે કે, તેને ધક્કો મારવામાં તેના પિતાનો નહીં પરંતુ માતાનો હાથ વધુ હતો. પિતાનો ડોક્ટર પાસે ઇલાજ ચાલી રહ્યો હતો. પિતાએ દારૂ પીધો હતો અને દવા પણ પીધી હતી. આથી તેઓ નશામાં હતા. તેની માતાએ પિતાને મારા વિરુદ્ધ ઉશ્કેર્યા હતા જેથી પિતાએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારી દીધો હતો.  જ્યારે મેં વાઇરલ વીડિયો જોયો તો ખબર પડી કે ત્યાં મારી માતા મારા માટે રડી રહી છે, પરંતુ એ સચ્ચાઈ નથી.
.

  • કેવી રીતે બચી?
    છોકરીએ જણાવ્યું હતું કે, જેવો તેના પિતાએ તેને નહેરમાં ધક્કો માર્યો તો તે ડૂબી ગઈ. તેને બચવા માટે પગ હલાવ્યા હતા. જ્યારે તેને હાથ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે એક હાથ ચૂંદડીમાંથી છૂટી ગયો હતો. આ દરમિયાન તેને નહેરમાં એક સળિયો પકડી લીધો હતો. રાતનો સમય હતો. નહેરમાંથી કેવી રીતે બહાર નીકળવું તે સમજાતું નહતું. તે અડધા કલાક સુધી નહેરમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતી રહી. ત્યાર બાદ તે નહેરમાંથી બહાર નીકળી શકી હતી.
vtv app promotion

યુવતીએ જણાવ્યું હતું કે, ભીનાં કપડાંમાં તે નહેરના કિનારે-કિનારે ચાલતી રહી અને અડધા કિલોમીટર બાદ એક સ્કૂટીવાળી મહિલા પાસેથી લિફ્ટ લીધી હતી. એ મહિલાના ફોનથી જ તેને પોતાના ઓળખીતાને ફોન કર્યા હતા. તેને જણાવ્યું કે, તેની બીજી 3 બહેનો પણ છે. તેઓ કેવી રીતે મોટી થશે અને કેવી રીતે ભણશે. તેમનું ભવિષ્ય જોઈને હું સામે આવી છું.

  • કોર્ટમાં જવા પણ તૈયાર

યુવતીએ તેના પિતાને જેલ થઈ છે તેનું દુઃખ પણ પ્રગટ કર્યું છે. પિતાને છોડાવવા તે કોર્ટમાં જવા પણ તૈયાર છે.. પિતા જ ઘરમાં કમાવનાર છે. ત્રણ બહેનોને કેવી રીતે મોટી થશે તે બધુ વિચારીને તેને બધાની સામે આવવાનો નિર્ણય લીધો હતો. આટલા સમય સુધી તે ક્યાં રહી, કોની પાસે રહી તે જણાવવા યુવતી તૈયાર નથી.

  • ચારિત્ર્ય પર શંકા

ઉલ્લેખનીય છે કે, તેનો પિતા તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. 30 સપ્ટેમ્બરે ફિરોઝપુરથી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં દેખાતું હતું કે માતાની હાજરીમાં જ પિતા દીકરીના બંને હાથ બાંધીને નહેરમાં ફેંકી દીધી હતી છે. પાડોશીઓનું પણ જણાવ્યું હતું કે પિતા દીકરીઓને લઈને ખૂબ જ કડક હતો. નેહરમાં ફેંકતી વખતે તેની પત્ની રોકવાની કોશિશ કરતી જોવા મળી હતી. તેમ છતાં પિતા તેને ધક્કો મારી દે છે.

વધુ વાંચો : મજૂરના ઘેરથી નીકળ્યાં ચલણી નોટોના એટલા બંડલ કે પોલીસને ગણતાં પડી ગયો પરસેવો, પત્ની નોકરાણી

  • પોલીસે શું કહ્યું?

આ અંગે ફિરોઝપુરના SSPએ જણાવ્યું કે, આ યુવતી અત્યારે કોઈ સંબંધી પાસે છે, હજુ પોલીસ પાસે નથી આવી. તેને મીડિયાકર્મી સાથે વાત કરી હતી. હાલમાં તે ડરેલી છે. આ છોકરી પોલીસ પાસે આવવા માગે છે પરંતુ હજુ આવી નથી. છોકરી જ્યારે પોલીસ સમક્ષ રજુ થશે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Murder Attempt Ferozepur Punjab
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ