બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 PM, 16 July 2025
કહેવાય છે ને કે નસીબમાં હોય તે ક્યાય નથી જતું. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં રહેતા મોગાના રહેવાસી જસ્મેલ સિંહના જીવનમાં પણ આવો જ ચમત્કાર બન્યો, જ્યારે તેને માત્ર 6 રૂપિયાની લોટરી ખરીદી અને 1 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું.
ADVERTISEMENT
ઈંટના ભઠ્ઠામાં સેલ્સમેન તરીકે કામ કરતો
જસ્મેલ સિંહ મૂળ મોગાનો રહેવાસી છે અને ઈંટના ભઠ્ઠામાં સેલ્સમેન તરીકે કામ કરે છે. આગલા દિવસે તે મોગાથી જીરા વિસ્તારમાં ગયો હતો, જ્યાં તેને એક દુકાનમાંથી 6 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી. થોડા કલાકો પછી, તેને લોટરી વેચનારનો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેને 1 કરોડ રૂપિયાની લોટરી જીતી લીધી છે. આ સાંભળીને જસ્મેલ સિંહ ખૂબ જ ખુશ થઈ ગયો.
ADVERTISEMENT

ઢોલ વગાડીને, નાચતા અને લાડુ વહેંચીને ખુશી ઉજવી
ADVERTISEMENT
પોતાના ગામ પરત ફર્યા પછી , તેને ઢોલ વગાડીને, નાચતા અને લાડુ વહેંચીને આખા ગામ સાથે પોતાની ખુશી શેર કરી. લોટરી જીત્યા પછી, જસ્મેલ સિંહે મીડિયાને કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારું નસીબ આ રીતે બદલાશે. હું પહેલા આ પૈસા મારા બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર ખર્ચ કરીશ અને મેં લીધેલું દેવું પણ ચૂકવીશ.'
તેની પત્ની વીરપાલ કૌરે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું, 'અમારા ત્રણ બાળકો છે. આ જીત અમારા આખા પરિવાર માટે એક નવી શરૂઆત છે. જ્યારે અમને ખબર પડી, ત્યારે અમારી ખુશીનો કોઈ પાર નહોતો.'
ADVERTISEMENT
આ પણ વાંચો: મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 24000 કરોડની યોજનાને કેબિનેટની મંજૂરી
ફિરોઝપુર જિલ્લાના ચાર લોકો અત્યાર સુધીમાં કરોડપતિ બન્યા છે.
ADVERTISEMENT
લોટરી ટિકિટ વેચનાર ગુલશન કુમાર શર્માએ જણાવ્યું હતું કે ફિરોઝપુર જિલ્લાના ચાર લોકો અત્યાર સુધીમાં કરોડપતિ બન્યા છે, અને જસ્મેલ સિંહ તેમાંથી તાજેતરનું નામ છે. જસ્મેલ સિંહની જીતે સાબિત કર્યું છે કે જો મહેનત અને આશાની સાથે નસીબ પણ સાથ આપે તો કોઈપણ ગરીબ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. આ સમાચારને કારણે ગામમાં ઉજવણીનો માહોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.