બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હી-NCR ધુમ્મસની ચાદરમાં લપેટાયું, AQI 493ને પાર, વરસાદની આ રાજ્યોમાં શક્યતા

હવામાન અપડેટ / દિલ્હી-NCR ધુમ્મસની ચાદરમાં લપેટાયું, AQI 493ને પાર, વરસાદની આ રાજ્યોમાં શક્યતા

Priyankka Triveddi

Last Updated: 08:40 AM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather News: ઉત્તરભારત ખાસ કરીને દિલ્હી. પંજાબ, હરિયાણા સહિત કોઈપણ જગ્યાએ ઠંડીની ખાસ અસર જોવા નથી મળી રહી. પરંતુ ધુમ્મસની સફેદ ચાદર દિલ્હીમાં એટલી હદે ફેલાઈ ગઈ છે કે રસ્તા પર વિઝિબઇલિટી શૂન્ય થઈ ગઈ છે.

Weather News Today: દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણાથી લઈને હિમાચલપ્રદેશ સુધીના મોટા ભાગના વિસ્તારમાં ભારે ધુમ્મસની અસર જોવા મળી રહી છે. આજે સોમવારે સવારે પણ ચારેબાજુ ધુમ્મસ નજર આવી રહી છે. ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે છે કે 5-10 કિમી સુધી કશું જ નજરએ આવી રહ્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નોએડા ગાજિયાબાદ સહિત સમગ્ર ઉત્તરભારતમાં ગઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે એટલે કે 15 ડિસેમ્બરના રોજ હાલત વધુ ખરાબ થવાની સંભાવના છે. હવામાન વિભાગનું માનવું છે કે પંજાબ, હરિયાણા અને ચંદીગઢના મોટા ભાગના વિસ્તારોમાં 15 અને 16 ડિસેમ્બર અન્ર ઉત્તર પૂર્વ ભારતમાં 15-19 ડિસેમ્બર, હિમાચલમાં 15-17 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. અને હવાના પ્રદૂષણના લીધે સ્થિતિ વધુ ખરાબ રહેવાના અણસાર છે.

Dilhi-Smog

હવામાન વિભાગના અનુસાર ધુમ્મસથી 17 ડિસેમ્બર પહેલા રાહત મળવાની કોઈ શક્યતા નથી. 17 ડિસેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપની સ્થિતિ બનવાની સંભાવના છે. ત્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રસજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જો કે આ વિસ્તારોમાં વરસાદ થશે કે નહીં તે વિશે કશું જણાવાયું નથી. પરતું આના લીધે ઉત્તરપશ્ચિમ વિસ્તારમાંથી આવર્તી હવા અટકી શકે છે અને વાયુ પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને સ્મોગ વધી શકે છે. પરંતુ મંગળવારે હાલતમાં થોડો સુધાર જોઈ શકાય છે.

દિલ્હીમાં એક અઠવાડિયા માટે હવામાનની સ્થિતિ

  • 15 ડિસેમ્બરના રોજ મધ્યમથી લઈને ગાઢ ધુમ્મસની સ્થિતિ.
  • 16 ડિસેમ્બરે થોડું આકાશ સ્વચ્છ રહેશે. પરંતુ સવારે ધુમ્મસ રહેશે.
  • 17 ડિસેમ્બરે આકાશ ચોખ્ખું રહેશે પરંતુ ધુમ્મસ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
  • 18-20 ડિસેમ્બર ઓન ધુમ્મસની અસર રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 17 ડિસેમ્બરના રોજ ઉત્તર ભારત, પાકિસ્તાન અને આસપાસના હિમાલયના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થઈ શકે છે. 17 ડિસેમ્બર રાતથી જ આ સક્રિય થઈ જશે. જેના લીધે અમુક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: PM મોદી આજથી 3 દેશોના પ્રવાસે, જૉર્ડનથી થશે યાત્રાની શરૂઆત, ફોકસમાં રહેશે આ મુદ્દાઓ

vtv app promotion

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જેનાથી દિલ્હી, નોએડા, ગાજિયાબાદ સહિત ઉત્તરભારતમાં મિનિમમ તાપમાન 1.5 થી 2 ડિગ્રી સુધી નીચું જશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dense Fog Delhi Weather News: Delhi Air Pollution
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ