બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદી આજથી 3 દેશોના પ્રવાસે, જૉર્ડનથી થશે યાત્રાની શરૂઆત, ફોકસમાં રહેશે આ મુદ્દાઓ

નેશનલ / PM મોદી આજથી 3 દેશોના પ્રવાસે, જૉર્ડનથી થશે યાત્રાની શરૂઆત, ફોકસમાં રહેશે આ મુદ્દાઓ

Priyankka Triveddi

Last Updated: 08:19 AM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Foreign Visit:PM નરેન્દ્ર મોદી આજથી 4 દિવસ માટે જૉર્ડન, ઇથોપિયા અને ઓમાન એમ 3 દેશોના પ્રવાસે છે.

PM Modi Foreign Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 4 દિવસ માટે જૉર્ડન, ઇથોપિયા અને ઓમાન એમ 3 દેશોના પ્રવાસે છે. જૉર્ડનમાં વેપાર અને રાજનૈતિક વિષય પર ચર્ચા થશે. તો ઇથોપિયામાં ભારત અને આફ્રિકાની પાર્ટનરશિપને નવી દિશા મળશે. ઓમાનમાં આર્થિક ભાગીદારીની વાત મુખ્ય ફોકસમાં રહેશે.

આ 4 દિવસના પ્રવાસમાં પીએમ મોદી જૉર્ડનમાં રાજા અબ્દુલ્લા દ્વિતિય સાથે બેઠક યોજાશે તો ઈથોપિયાના પીએમ અબી અહમદ અલી સાથે મુલાકાત કરશે અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરશે.

જો કે એ વાત પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વમાં રાજનૈતિક અસ્થિરતા વધી છે. ભારત તેની આ મુલાકાતથી વિશ્વના દેશો સાથે ભરોસાપાત્ર ભાગીદારી સાથે રાજનૈતિક, આર્થિક અને ડિપ્લોમેટિક સંબંધોને આગળ વધારવા માંગે છે. ખાસ વાત એ છે કે જૉર્ડન અને ઇથોપિયા સાથે આ પીએમ મોદીની પહેલી સંપૂર્ણ દ્વિપક્ષીય યાત્રા હશે, જ્યારે ઓમાનમાં આ તેમની બીજી મુલાકાત છે.

જૉર્ડનથી થશે પ્રવાસની શરૂઆત

વાદપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરના રોજ જૉર્ડનની રાજધાની અમ્માન પહોંચશે. ત્યાં તેઓ કિંગ અબ્દુલ્લા 2 સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં ભાગ લેશે. ભારત અને જૉર્ડન વચ્ચે રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે એવામાં આ યાત્રા વિશેષ માનવામાં આવે છે. આ બનેં દેશો વચ્ચે વેપાર, રોકાણ અને રાજનૈતિક સહયોગના મુદ્દાઓ મુખ્ય હશે.

વેપારનો મુદ્દો ફોકસમાં

આ પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી અને રાજા અબ્દુલ્લા ભારત અને જૉર્ડન વચ્ચેના વેપાર કાર્યક્રમને સંબોધશે. આમાં બંને દેશોના મુખ્ય કારોબારી પ્રમુખ હાજર રહેશે. આ ઉપરાંત પીએમ મોદી જોડર્નમાં વસતા ભારતીય સમુદાયને પણ મળશે. યુવરાજ સાથે તેઓ પેટ્રા શહેરની મુલાકાત લેશે જે ભારત સાથે પ્રાચીન વેપારના સંબંધોનું પ્રતિક છે.

ઇથોપિયામાં એજન્ડા પર ચર્ચા

જૉર્ડનની મુલાકાત પછી પીએમ મોદી 16 અને 17 ડિસેમ્બર સુધી ઇથોપિયાના રાજકીય પ્રવાસે છે. ઇથોપિયાની આ તેમની પહેલી મુલાકાત છે. ત્યાં તેઓ પીએમ અબી અહમદ અલી સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે. પીએમ મોદી ઇથોપિયાની સાંસદના સંયુક્ત સત્રમાં પણ સંબોધન કરશે.

ભારત-અફ્રિકા પાર્ટનરશિપને નવી દિશા

ઇથોપિયાના પ્રવાસ દરમિયાન ઘણા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ભારત આ યાત્રા થકી અફ્રિકામાં દીર્ઘકાલીન અને ભરોસાપાત્ર પાર્ટનરના રૂપમાં તેની ભૂમિકા મજબૂત કરવાં માંગે છે. એજન્ડા 2063 અંતર્ગત અફ્રિકાની પ્રાથમિકતાને અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચાર કરશે. ભારતીય સમુદાય સાથે સંવાદ પણ આ યાત્રાનો મુખ્ય ભાગ રહેશે.

આ પણ વાંચો: દિલ્હી-NCR ધુમ્મસની ચાદરમાં લપેટાયું, AQI 493ને પાર, વરસાદની આ રાજ્યોમાં શક્યતા

vtv app promotion

ઓમાનમાં વેપાર સમજૂતી પર ફોકસ

આ પ્રવાસના અંતિમ ચરણમાં પીએમ મોદી 17 અને 18 ડિસેમ્બર સુધી ઓમાનમાં રહેશે. ઓમાનમાં આ તેમની બીજી યાત્રા છે. ભારત અને ઓમાન વચ્ચે રાજદ્વારી સંબધોને 70 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ દરમિયાન ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર ખાસ ધ્યાન રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સમજૂતી બંને દેશોના વેપાર અને રોકાણને નવી દિશા આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Foreign Visit Ethiopia PM India Middle East Relation
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ