ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થઈ શકે, 5 રાજ્યોમાં ચૂંટણી પછી ભાવ વધારાની સંભાવના

મોંઘવારી / પેટ્રોલ ₹18 અને ડીઝલ ₹35 મોંઘું થઈ શકે, 5 રાજ્યોમાં ચૂંટણી પછી ભાવ વધારાની સંભાવના

Published By: Priyankka Triveddi

Last Updated: 07:00 PM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂડ ઓઇલના વધતા વૈશ્વિક ભાવોની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. નજીકના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

Crude Oil Prices: વિશ્વભરમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. હાલ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા નજીકના સમયમાં મોટા વધારાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એક્સપર્ટનું માનવું છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઓઇલ કંપનીઓ ભાવ વધારો કરી શકે છે. જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ ભાર પડશે.

તેલ કંપનીઓને ભારે નુકસાન

ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક અંદાજ મુજબ દરેક લિટર પેટ્રોલ પર લગભગ 18 અને ડીઝલ પર 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગયા મહિને આ નુકસાન દરરોજ 2400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જોકે એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાના ઘટાડા પછી તે ઘટીને 1600 કરોડ સુધી આવ્યું છે. વિશ્લેષણ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં દર 10 ડોલરના વધારા સાથે કંપનીઓનું નુકસાન લગભગ 6 રૂપિયા પ્રતિ લિટર વધી જાય છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી ટકવી મુશ્કેલ હોવાથી ભાવ વધારો અનિવાર્ય બની શકે છે.

આ પણ વાંચો: રિવોલ્વર-રાઈફલ,60 લાખનું સોનું... કરોડોની જમીન, જાણો નવા સીએમ સમ્રાટ ચૌધરીની નેટવર્થ

આયાત પર નિર્ભરતા અને અર્થતંત્ર પર અસર

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. જેમાંથી મોટો હિસ્સો મધ્ય પૂર્વ અને રશિયાથી આવે છે. આ વધતી કિંમતોની અસર ફક્ત ઓઇલ કંપનીઓ ને જ નહીં પરંતુ દેશના ચાલુ ખાતાની ખાધ (CAD) પર પણ ગંભીર અસર થઈ રહી છે. અંદાજ છે કે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં આ ખાધ 20 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. બીજી તરફ સરકારની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. કારણ કે એક્સાઇઝ ડ્યુટીનો ફાળો 22%માંથી ઘટીને માત્ર 8% રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં ખાસ કરીને અમેરિકા તેમજ પાડોશી દેશોમાં પહેલાથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

petrol diesel price hike ક્રૂડ ઓઇલ ભાવ વધારો Crude Oil Prices

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ