ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત

Landslide / VIDEO: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત

Published By: Vidhata Gothi

Last Updated: 07:34 AM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra Landslide: અમરનાથ યાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રા દરમિયાન બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. જેના લીધે યાત્રા પ્રભાવિત થઈ છે.

ADVERTISEMENT

Amarnath Yatra Landslide: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી. બુધવારે (16 જુલાઈ) બાલતાલના રેલપથરીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં એક યાત્રાળુ મહિલાનું મોત નીપજ્યું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. જોકે, આ દરમિયાન ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા. ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા પણ પ્રભાવિત થઈ.

આ ઘટના બાદ, અમરનાથ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

એક મહિલા યાત્રાળુનું મોત

માહિતી અનુસાર, આ દુર્ઘટના ઘટી ત્યારે યાત્રાળુઓ પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રેલપથરી નજીક ઝેડ ટર્ન પર ભૂસ્ખલન થતાં ચાર યાત્રાળુઓ ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી. મૃતક મહિલાની ઓળખ સોનાબાઈ (55) તરીકે થઈ છે, જે રાજસ્થાનની રહેવાસી હતી. અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે.

vtv app promotion

જમ્મુથી રવાના નહીં થાય ભક્તોનો જથ્થો

દરમિયાન, ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા માટે જમ્મુના યાત્રી નિવાસથી ગુરુવારે (17 જુલાઈ) યાત્રાળુઓનો જથ્થો રવાના થશે નહીં. તેને આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. હવે હવામાન અનુકૂળ થશે એ પછી જ શ્રદ્ધાળુઓ અહીંથી રવાના કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા વહીવટીતંત્રે 15 જૂથો સફળતાપૂર્વક મોકલી દીધા છે. જો શુક્રવારે હવામાન સ્વચ્છ રહેશે, તો જૂથ રવાના કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા નદીના જળસ્તરમાં વધારો, તમામ ઘાટ જળમગ્ન

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આને કારણે, ભૂસ્ખલન થવાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra 2025 Landslide on Baltal Route Amarnath Yatra Landslide

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ