બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સાંજે અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે, કાલે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર

બારામતી / સાંજે અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે, કાલે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર

Published By: Priyankka Triveddi

Last Updated: 04:58 PM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Pawar: NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારને લઈને જઈ રહેલા એક પ્લેનનું બુધવારની સવારે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું અને આગ લાગી હતી જેમાં આગ લાગી હતી જેમાં અજીત પવારનું નિધન થયું છે.

Ajit Pawar News: NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર સાથે આ પ્લેનમાં બીજા 5 લોકો પણ સવાર હતા અને આ તમામના મોત થયા છે. બુધવારની સવારે બારામતીમાં લેન્ડ કરતીવખતે આ પ્લેન ક્રેશની ઘટના બની હતી. અજીત પવાર ચુંટણીના પ્રચાર માટે બારમતી જઈ રહ્યા હતા. હજુ સુધી એ વાત સામે નથી કે વિમાનનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખરાબીને લીધે થયું છે કે શું છે તેનું કારણ. પણ ઘટના સમયે આ પ્લેન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું.

અંતિમ દર્શન સાંજે 5 વાગ્યાથી

અજીત પવારના પાર્થિવ શરીરને આજે સાંજે 5 વાગ્યાથી અંતિમ દર્શન માટે બારામતીના તેમના આવાસ પર રાખવામાં આવશે. અંહિયા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.

કાલે બારામતીમાં થશે અંતિમ સંસ્કાર

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું કાલે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે અંતિમ યાત્રા સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને તેમના અંતિમ સંસ્કાર સવારે 11 વાગે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં કરવામાં આવશે.

NCP પ્રમુખ અજીત પવાર જે પ્લેનમાં તે બુધવારે લેન્ડિંગ પહેલા દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. NCP પ્રમુખ સાથે આ પ્લેનમાં તેમની સાથે સવાર અન્ય 5 લોકોના પણ મૃત્યુ થયા છે. એયર ક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: સંસદના બજેટ સત્રને રાષ્ટ્રપતિ મુર્મૂનું સંબોધન- ભારતીય સેનાના કર્યા વખાણ, પણ આ કારણે કાર્યવાહી કરી સ્થગિત

vtv app promotion

બારામતીમાં તેમની યાદમાં બનશે મેમોરિયલ

અજીત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર કાલે સવારે તેમના ગામ કાંતેવાડી બારામતીમાં કરવામાં આવશે અને આજે સાંજે તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાખવામાં આવશે જેથી સામાન્ય જનતા તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Last Rites Baramati Politics Ajit Pawar Death

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ