બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પ્રેમિકાના મોંઢામાં બોમ્બ રાખીને રિમોટથી ઉડાવી દીધો ચહેરો, કૂકર અને વાદળી ડ્રમ બાદ ખૌફનાક મર્ડર
Last Updated: 09:26 AM, 27 August 2025
છેલ્લા કેટલાક મહિનામાં હત્યાના એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. કોઈએ તેના પતિની હત્યા કરીને વાદળી ડ્રમમાં નાખી દીધો, તો કોઈએ તેની પ્રેમિકાને પ્રેશર કુકરમાં ઉકાળી, જ્યારે તાજેતરમાં નિક્કી હત્યાનો કિસ્સો સમાચારમાં છે, જેમાં તેના સાસરિયાઓએ નિક્કીને જીવતી સળગાવી દીધી હતી. પરંતુ હવે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. આ અત્યાર સુધીની સૌથી વિચિત્ર પદ્ધતિ છે. મૈસુરના એક લોજમાંથી એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની હત્યા મોઢામાં વિસ્ફોટથી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મૈસુરની લોજમાં શું બન્યું?
કર્ણાટકના મૈસૂરમાં સિદ્ધિરાજા નામનો એક છોકરો અને દર્શિતા નામની છોકરી મૈસુરના એક લોજમાં રહેતા હતા. 24 ઓગસ્ટના રોજ સિદ્ધિરાજા નામનો આ યુવક ભોજન લેવાના બહાને લોજમાંથી નીકળી ગયો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે લોજ સ્ટાફને કહ્યું કે તેના રૂમનો દરવાજો અંદરથી બંધ છે. અંતે, માસ્ટર ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો, પરંતુ દરવાજો ખોલ્યા પછી જે દેખાયું તેનાથી બધાના હોશ ઉડી ગયા અંદર યુવતીની લાશ પડી હતી જેનો ચહેરો છૂંદાઈ ગયો હતો.
ADVERTISEMENT
મોબાઈલ બ્લાસ્ટને કારણે મોત થયું હોવાનો પ્રેમીનો દાવો
જ્યારે હોટલ સ્ટાફે પોલીસને ફોન કર્યો, ત્યારે સિદ્ધેરજાની પૂછપરછ કરવામાં આવી. તેણે પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ઘણીવાર તેનો ફોન ચાર્જ પર હોય ત્યારે વાત કરતી હતી. એટલે કે, તેણે મોબાઇલ બ્લાસ્ટ તરફ ઈશારો કર્યો હતો. જોકે, જ્યારે ફોરેન્સિક તપાસ કરવામાં આવી ત્યારે વિસ્ફોટકો મળી આવ્યા હતા અને ઘટનાસ્થળેથી કેટલાક વાયર પણ મળી આવ્યા હતા. થોડા કલાકોમાં જ ખબર પડી કે આ બ્લાસ્ટ દર્શિતાના મોંમાં બોમ્બ મૂકીને કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
શું હતું હત્યાનું કારણ
ADVERTISEMENT
દર્શિતા પહેલાથી જ પરિણીત હતી, જ્યારે સિદ્ધરાજા તેને લગ્નનું દબાણ કરી રહ્યો હતો પરંતુ દર્શિતા આને માટે તૈયાર નહોતી તેથી તેમણે આ રીતે દર્શિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. વિસ્ફોટક એટલો બધો હતો કે ફક્ત દર્શિતાનો ચહેરો જ ઉડી ગયો, આરોપીએ આ માટે રિમોટનો ઉપયોગ કર્યો. આરોપી એવું સાબિત કરવા માગતો હતો કે મોબાઈલ બ્લાસ્ટને કારણે તેની પ્રેમિકાનું મોત થયું છે પરંતુ તેનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.