બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 14 September 2025
મધ્યપ્રદેશના એક મંદિરમાં લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગેટ બહાર લગાડેલા પોસ્ટરને વાંચીને લોકો અંદર જવાના બદલે પાછા ફરી રહ્યા છે, અને જે અંદર જઈ રહ્યા છે તેમને પણ બહાર મોકલી દેવામાં આવી રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ADVERTISEMENT
100 વર્ષ જૂના મંદિરમાં લોકડાઉન?
મધ્યપ્રદેશના અંદાજે સવા સો વર્ષ જૂના મંદિરને અત્યારે બંધ રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરના ગેટ પર મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે આ મંદિરમાં હજારો લોકોની ભીડ ઉમટી પડતી હતી, પરંતુ હવે લોકો પોસ્ટર જોઈને જ પાછા ફરી રહ્યા છે. આ આખી અફરાતફરી પાછળનું કારણ છે મંદિરમાં લગાવવામાં આવેલું ચેતવણીનું પોસ્ટર.
શું ચેતવણી આપી છે પોસ્ટરમાં?
ADVERTISEMENT
મંદિરના પરિસરમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને સુરક્ષા માટે જવાનોની નિમણૂંક પણ કરવામાં આવી છે. પોસ્ટરમાં દીપડાથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. આ મંદિર ઊંચાઈ પર અને હરિયાળીની વચ્ચે આવેલું છે. તેથી અહિયાં દીપડા જેવા પ્રાણીઓ અવારનવાર જોવા મળતા હોય છે.
અગાઉ અહીં ઘણા શ્રદ્ધાળુ દર્શન માટે આવતા, પરંતુ ગેટ બહારનું પોસ્ટર જોઈને લોકો પાછા જઈ રહ્યા હતા. આજુબાજુની દુકાનો પણ બંધ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોસ્ટર વાંચતા જ ગભરાઈ જાય છે શ્રદ્ધાળુ
પાઠબાબા મંદિરના પ્રવેશદ્વાર પર એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે,
ADVERTISEMENT
“સાવધાન! મંદિર પરિસરમાં દીપડાની અવરજવર જોવા મળી છે. કૃપા કરીને એકલા કે અંધારામાં ન ફરશો.”

ADVERTISEMENT
સુરક્ષા જવાનનું નિવેદન
મંદિર પરિસરમાં રહેલ સુરક્ષા જવાને જણાવ્યું કે,
"છેલ્લા થોડા દિવસોમાં દીપડાની અવરજવર જોવા મળી છે. એના કારણે ડરનું વાતાવરણ ઊભું થયું છે. અગાઉ કરતાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. જો કોઈ આવે છે તો તેમને તરત દર્શન કરાવીને બહાર જવાની સૂચના આપવામાં આવે છે. કારણ કે મંદિર ચારેબાજુ જંગલ અને હરિયાળીથી ઘેરાયેલું છે, તેથી વનવિભાગ પણ અહિયાં નજર રાખી રહ્યું છે."
પુજારીએ શું કહ્યું?
મંદિરના મુખ્ય પુજારીએ જણાવ્યું કે,
"મંદિર વિસ્તારમાં અન્ય પ્રાણીઓના બચ્ચા પણ ફરતા જોવા મળ્યા છે. શક્ય છે કે તેનાં શિકાર માટે જ દીપડો અહીં આવ્યો હશે. જોકે, ડરવાની જરૂર નથી. સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસરમાં સુરક્ષા જવાનો રાખવામાં આવ્યા છે અને પોસ્ટર ચોંટાડીને શ્રદ્ધાળુઓને સૂચના આપવામાં આવી રહી છે. તેની અસર પણ દેખાઈ રહી છે. મંદિર પરિસરમાં આવનારા ભક્તોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે."
વધુ વાંચો : VIDEO : 'ઠુમક- ઠુમક' પોતાના સ્ટુડન્ટ્સ સાથે મેડમ જીએ કર્યો ગજબનો ડાન્સ, 2 કરોડ લોકોએ જોયો વીડિયો
જબલપુરના પાઠબાબા મંદિરમાં દીપડાના કારણે લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ છે. સુરક્ષા જવાનો અને પોસ્ટરથી શ્રદ્ધાળુઓને સાવચેત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મંદિરે આવતા ભક્તોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.