બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈમાં લાઈવ કોન્સર્ટ ડ્રગ પાર્ટીમાં ફેરવાયો ! ઓવરડોઝથી 2 વિદ્યાર્થીઓના મોત

ગંભીર / મુંબઈમાં લાઈવ કોન્સર્ટ ડ્રગ પાર્ટીમાં ફેરવાયો ! ઓવરડોઝથી 2 વિદ્યાર્થીઓના મોત

Priykant Shrimali

Last Updated: 10:23 AM, 14 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai News : બે વિદ્યાર્થીઓ એક યુવક અને એક યુવતી કથિત રીતે ડ્રગ ઓવરડોઝના કારણે ગંભીર રીતે બિમાર પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું

Mumbai News : મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ એક દુખદ ઘટનાને કારણે હાલ ચર્ચાનો વિષય બની ગયું છે. વાસ્તવમાં આનંદ અને મનોરંજન માટે યોજાયેલ આ કાર્યક્રમ અચાનક જ ડ્રગ્સના અતિરેક ઉપયોગને કારણે દુઃખદ બનાવમાં ફેરવાઈ ગયો.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ આ કોન્સર્ટમાં હાજર કેટલાક યુવાનો દ્વારા કથિત રીતે નશીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ એક યુવક અને એક યુવતી કથિત રીતે ડ્રગ ઓવરડોઝના કારણે ગંભીર રીતે બિમાર પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. બંનેની ઉંમર આશરે 20 થી 22 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

પરિવારજનોમાં શોકનો માહોલ

આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. અન્ય કેટલાક યુવાનો પણ અસ્વસ્થ બન્યા હોવાના અહેવાલો છે, જેમાંથી એકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે મોજમસ્તીના નામે લેવાતી જોખમી આદતો કેટલી ભયાનક સાબિત થઈ શકે છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો પણ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

આ પણ વાંચો : કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન

આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં કાર્યક્રમ સાથે જોડાયેલા કેટલાક લોકો અને સંદિગ્ધ સપ્લાયરોનો સમાવેશ થાય છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ નશીલા પદાર્થો કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યા અને તેની પાછળ કોણ જવાબદાર છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કાર્યક્રમ દરમિયાન કથિત રીતે મોટા પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો ઉપયોગ ખુલ્લેઆમ થઈ રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News Mumbai Drug Party Goregaon NESCO Grounds
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ