બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : બેડરુમમાં સુતેલા શખ્સ પર ચઢ્યો 10 ફૂટ લાંબો કોબ્રા, વીડિયો જોઈને લોકોનો છૂટ્યો પરસેવો
Last Updated: 01:23 PM, 24 May 2025
King Cobra Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. અનેક વાર એવા વીડિયો હોય છે કે, જે જોઈને તમે પણ ચોંકી જતાં હશો. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે તમે વિચારો કે, કલ્પના કરો કે તમે પથારીમાં સૂઈ રહ્યા છો અને ગાઢ નિંદ્રામાં છો. અચાનક તમને તમારા શરીર પર કંઈક ઘૂસતું અનુભવાય છે અને જેમ જેમ તમે જાગો છો, ત્યારે તમે તમારી સામે એક ભયાનક દૃશ્ય જુઓ છો કે, એક વિશાળ કિંગ કોબ્રા (પલંગ પર કિંગ કોબ્રા) ધીમે ધીમે તમારા પર ચઢી રહ્યો છે. સ્વાભાવિક છે કે, જો કોઈની સાથે આવું કંઈક થયું હોત તો ગભરાટને કારણે તેની ચીસો તેના ગળામાં જ અટવાઈ ગઈ હોત. કારણ કે જો તમે ચીસો પાડશો તો સાપ ગુસ્સે થશે અને કરડી પણ શકે છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં એક વ્યક્તિ સાથે પણ આવું જ કંઈક બન્યું, પરંતુ ડરવાને બદલે આ વ્યક્તિએ સાપનું ફિલ્માંકન શરૂ કરી દીધું, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં કોઈના પણ ધબકારા વધી જાય, આ વ્યક્તિ નિર્ભયતાથી કિંગ કોબ્રાની ક્રિયાઓ રસપૂર્વક જોવાનું શરૂ કરે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે તે વ્યક્તિ શાંત રહે છે અને તેના ફોન પર કિંગ કોબ્રા રેકોર્ડ કરવાનું શરૂ કરે છે, જે ક્યારેક તેના શરીર પર તો ક્યારેક બેડ પર ફરતો હોય છે.
King Cobra silently entered a house in Uttarakhand, India.
— Imtiaz Mahmood (@ImtiazMadmood) May 23, 2025
Maybe it's a pet snake. For a thousand years, Hindus have been sleeping, feeding the snakes that bite them. pic.twitter.com/fms7kYf4ww
ADVERTISEMENT
જોકે જ્યારે કોબ્રા તેના માથાની ખૂબ નજીક આવે છે અને તેની સાથે આંખનો સંપર્ક કરવાનું શરૂ કરે છે ત્યારે તે વ્યક્તિ ડરી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે માણસ ડરથી તરત જ પલંગ પરથી કૂદી પડે છે. સદનસીબે સાપ ગુસ્સે ન થયો, નહીંતર કંઈ પણ થઈ શક્યું હોત.
વધુ વાંચો : રેઇનકોટ કાઢી રાખજો, આજથી કેરળમાં ચોમાસું આવી ગયું, હવે તમારા રાજ્યમાં આવતા વાર નહીં લાગે
ADVERTISEMENT

આ 2 મિનિટ અને 16 સેકન્ડ લાંબી વિડિઓ ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં દાવો કર્યો છે કે, આ ઘટના ઉત્તરાખંડની છે. એક યુઝરે ટિપ્પણી કરી જ્યારે લોકો મૃત્યુ સામે જોઈ રહ્યા હોય છે, ત્યારે પણ તેઓ ફક્ત કેમેરા વિશે જ વિચારી રહ્યા હોય છે. બીજા યુઝરે લખ્યું, આ એક દુઃસ્વપ્ન જેવું છે. બીજા યુઝરે કહ્યું, આ મૂર્ખતાની પરાકાષ્ઠા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.