બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તહેવારોમાં મુસાફરોને રાહત, દિવાળી અને છઠ માટે રેકોર્ડ 12,000થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે
Last Updated: 06:43 AM, 14 October 2025
ભારતીય રેલ્વે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા 12,000થી વધુ વિશેષ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે વલસાડ ખાતે આપેલી હતી. તેઓ RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) સ્થાપના દિવસ પરેડને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી.
ADVERTISEMENT

વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલ્વે ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. છેલ્લા 11 વર્ષોમાં અંદાજે 35,000 કિલોમીટર નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યા છે અને આશરે 99 ટકા રેલ્વે નેટવર્ક (60,000 કિમી)નું વીજળીકરણ પૂર્ણ થયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે હાલમાં 150 વંદે ભારત અને 30 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોને વિશ્વ કક્ષાનો પ્રવાસ અનુભવ પ્રદાન કરી રહી છે. સાથે જ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1,300 રેલ્વે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે, જેમાંથી 110 સ્ટેશનોનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે અને બાકીના સ્ટેશનોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ADVERTISEMENT
વૈષ્ણવે એમ પણ જણાવ્યું કે દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ રૂટ પર સ્વદેશી “કવચ” (Automatic Train Protection System) સ્થાપિત થઈ રહી છે, જે રેલ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે. અત્યાર સુધી 1,200 લોકોમોટિવ પર કવચ લગાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દર વર્ષે લગભગ 7,000 નવા કોચનું ઉત્પાદન કરવામાં આવે છે અને 3,500 જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે જેથી સામાન્ય મુસાફરોને વધુ સુવિધા મળી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દર્દીના પેટમાંથી ઘડિયાળ, ખીલાં અને લોખંડના ટુકડા મળ્યા, ડોક્ટરો પણ ચોંકી ગયા
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ 41 RPF કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને જીવન રક્ષા મેડલથી સન્માનિત કર્યા, જેમણે મુસાફરોના જીવ બચાવવામાં હિંમતભર્યું કામ કર્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.