બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:41 AM, 14 October 2025
એસએમએસ હોસ્પિટલના ડૉક્ટરો સામે એક એવો અજબ કેસ આવ્યો કે બધા આશ્ચર્યમાં પડી ગયા. એક દર્દીના પેટમાંથી એચએમટી ઘડિયાળ, નટ-બોલ્ટ, ખીલા અને લોખંડના ટુકડા મળી આવ્યા. દર્દી છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ લઈને હોસ્પિટલ આવ્યો હતો. તપાસ દરમિયાન ડૉક્ટરોએ જોયું કે તેની આહાર નળીમાં ઘડિયાળ ફસાઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યારે ડૉક્ટરોએ એક્સ-રે અને સ્કેન રિપોર્ટ તપાસી, ત્યારે તેઓ આશ્ચર્યચકિત રહી ગયા. પેટમાં ઘડિયાળ સિવાય અનેક લોખંડની વસ્તુઓ મળી આવી. બાદમાં જાણવા મળ્યું કે દર્દી માનસિક રોગ પાઇકાથી પીડિત છે. જેમાં વ્યક્તિ ખાવા યોગ્ય ન હોય તેવી વસ્તુઓ ગળી લે છે. એસએમએસ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગની ટીમે તરત જ સર્જરી શરૂ કરી. લગભગ 3 કલાક સુધી ચાલેલા ઑપરેશન દરમિયાન ડૉક્ટરોએ VATS (વીડિયો અસિસ્ટેડ થોરેસિક સર્જરી) ટેકનિકનો ઉપયોગ કર્યો. આ દૂરબીન પદ્ધતિથી ઘડિયાળ, નટ-બોલ્ટ અને અન્ય ધાતુની વસ્તુઓ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી.
આ પણ વાંચો: પતિ-પત્ની વચ્ચે ભયાનક ઝગડો, બંન્ને લોહિલુહાણ હાલતમાં બાથરૂમમાંથી મળ્યાં
ADVERTISEMENT
ડૉક્ટરોએ જણાવ્યું કે દર્દીને હવે મનોચિકિત્સા વિભાગમાં મોકલવામાં આવ્યો છે. તેના માટે મનોચિકિત્સા અને કાઉન્સેલિંગ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે જેથી આવું ફરી ન બને. હોસ્પિટલ પ્રશાસન મુજબ જો સમયસર ઑપરેશન ન કરવામાં આવ્યું હોત તો દર્દીનું જીવન જોખમમાં પડી શકે હતું. હાલ દર્દી સંપૂર્ણ દેખરેખ હેઠળ છે અને જલદી જ તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.