બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે ક્યારે સુધરશે અમેરિકા સાથેના સંબંધ? કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો, જણાવ્યો સમય

મોટું નિવેદન / હવે ક્યારે સુધરશે અમેરિકા સાથેના સંબંધ? કેન્દ્રીય મંત્રીએ કર્યો દાવો, જણાવ્યો સમય

Priykant Shrimali

Last Updated: 09:47 AM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-US Relation : અમેરિકા દ્વારા ભારત પર અમલમાં મૂકાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ વચ્ચે હવે ભારત-અમેરિકા વેપાર સંબંધો નવા વળાંકે, જાણો હવે શું થશે ?

India-US Relation : અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ વચ્ચે એક આશાજનક સંકેત સામે આવ્યો છે. વાસ્તવમાં આપણાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મંગળવારે નિવેદન આપતાં કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement - BTA) નવેમ્બર 2025 સુધી થઈ શકે છે. આ સાથે તેમણે વાર્ષિક ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ 2025 દરમિયાન આ આશા વ્યક્ત કરતાં કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં પરિસ્થિતિ સુધરશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય કરાર થઈ જશે. ફેબ્રુઆરીમાં બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાના આધારે આ દિશામાં સકારાત્મક પ્રગતિ થઈ રહી છે.

તમે બધા જાણતા જ હશો કે, હાલમાં અમેરિકા દ્વારા ભારત પર અમલમાં મૂકાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ સર્જાયો છે. વિશેષ કરીને રશિયાથી ક્રૂડ ઓઈલ આયાતના મુદ્દે અમેરિકાએ 25% વધારાના ટેરિફ લાદ્યા છે, જેને ભારત માટે અન્યાયી અને રાજકીય રૂપે પ્રેરિત ગણાવવામાં આવી રહ્યા છે. 25 ઓગસ્ટે યોજાનારી વાટાઘાટો માટે અમેરિકન પ્રતિનિધિમંડળની દિલ્હી મુલાકાત અચાનક મુલતવી રાખવામાં આવતા હાલ વાટાઘાટોની પ્રક્રિયા થંભી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેરિફ હટાવવાનું મુદ્દા તરીકે ઉકેલવું BTA માટેનું મુખ્ય અવરોધક બની રહ્યું છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક નિવેદનમાં કહ્યું કે, ભારત હવે શૂન્ય ટેરિફની ઓફર કરી રહ્યું છે, પણ હવે મોડું થઈ ગયું છે. ટ્રમ્પે ભારત પર આક્ષેપ કરતાં કહ્યું કે ભારત રશિયાથી વધુ અને અમેરિકા પાસેથી ઓછી ખરીદી કરે છે અને તેનાથી દ્વિપક્ષીય વેપાર એકતરફી બન્યો છે.

હવે જાણો શું કહ્યું પિયુષ ગોયલે ?

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ અંગે જવાબ આપતાં જણાવ્યું કે, હાલની વૈશ્વિક પરિસ્થિતિ ભલે અસ્થિર હોય પણ તેમાં નવી તકો પણ છૂપી છે. તેમણે કહ્યું, હું પરિસ્થિતિને અડધો ભરેલો ગ્લાસ માનું છું. આપણે તેને અવરોધ તરીકે નહીં, તકો તરીકે જોવું જોઈએ.

ભારત-ચીન સંબંધોમાં પણ ધીમો સુધારો

મંત્રીએ ભારત-ચીન સંબંધો અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે, ગલવાન ઘટનાને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં મોટો અવરોધ આવ્યો હતો. પરંતુ હવે સરહદી મુદ્દાઓ ધીમે ધીમે ઉકેલાઈ રહ્યા છે, અને સંબંધો પાછા સામાન્ય દિશામાં જઈ રહ્યા છે.

આ પણ વાંચો : આજે GST કાઉન્સિલની બેઠક: દિવાળી પર ડબલ ધમાકાની તૈયારીઓ, લેવાઇ શકે છે આ નિર્ણયો

આત્મનિર્ભર ભારત અને વૈશ્વિક રોકાણ

પિયુષ ગોયલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતનો અર્થ અલગાવ નહીં પરંતુ સ્થિર અને વૈવિધ્યસભર પુરવઠા શ્રેણીઓ બનાવવાનો છે. તેમણે કહ્યું કે, સરકાર એવો માહોલ ઊભો કરી રહી છે, જ્યાં વિદેશી રોકાણકારોને આકર્ષવાની સાથે સ્થાનિક ઉત્પાદન અને નાવિચ્છેદન (Innovation) ને પણ પ્રોત્સાહન મળે. ડ્રોન ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર ઉત્પાદન અને CRGO સ્ટીલ જેવી વ્યૂહાત્મક ઉદ્યોગોને તેનો લાભ મળ્યો છે. આ બધાની વચ્ચે હવે સવાલ છે કે શું નવેમ્બર સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થઈ શકશે? જો વાટાઘાટો ફરી શરૂ થાય અને ટેરિફ મુદ્દો ઉકેલાય તો વિશ્વના બે મોટા લોકતંત્રો વચ્ચે નવો વેપાર યૂગ શરૂ થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Piyush Goyal India-US trade relations tariff war
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ